1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો
રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો

રાજકોટ: શિવરાત્રીના દિવસે શહેરમાં નોન-વેજનું વેચાણ કરી શકાશે નહીં, મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો

0
Social Share
  • મહાશિવરાત્રીની રાજકોટમાં તૈયારી
  • મનપાએ જાહેર કર્યું ફરમાન
  • શિવરાત્રીના દિવસે નહીં થાય નોન-વેજનું વેંચાણ

રાજકોટ: આપણા ધર્મમાં કેટલાક લોકો માને છે અથવા કેટલાક લોકો શ્રધ્ધા હોય છે કે સારા દિવસે તેઓ કોઈ પણ પ્રકારનું નોનવેજ જમશે નહી, અથવા કેટલાક જે વેપારી હોય તે લોકો પોતાનો આ પ્રકારને વેપાર કરશે નહી. રાજ્યમાં મોટો વર્ગ એવો છે કે જે આ પ્રકારના ભોજનથી હંમેશા દુર રહે છે અને તેના વિશે વિચારતો પણ નથી.

આવામાં આ પ્રકારના શ્રધાળુંઓની લાગણીને ઠેસ ન પહોંચે અને તેમની આસ્થાનો ભંગ ન થાય તે વાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી 1 માર્ચના રોજ મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મચ્છી,મટન અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પાર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સબંધકર્તા સર્વે એ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ઘી.જી.પી.એમ.સી.એક્ટ 1949 અન્વયે કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code