ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ રિલીઝ પહેલા જ વિવાદમાં – કમાઠીપુરાના લોકોમાં રોષ,કોર્ટમાં અરજી દાખલ,જાણ શું છે મામલો
- આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી વિવાદમાં
- ફિલ્મને બેન કરવાની ઉઠી માંગ
- ટ્રેલર રિલીઝ થતા જ ફિલ્મ ચર્ચામાં આવી હતી
મુંબઈઃ-બોલિવૂડની ચૂલબૂલી અભિનેત્રીઆલિયા ભટ્ટના ચાહકો ઘણી આતુરતાની તેની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીની રાહત જોઈ રહ્યા હતા ત્યારે હવે આ ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા જ વિવાદમાં સપડાઈ છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટનું પાત્ર વાસ્તવિક જીવન ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ અનેક વિવાદો ચાલી રહ્યા છે. આ પહેલા અસલી ગંગુબાઈના પરિવારે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ કમાઠીપુરાના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે તેમને ફિલ્મમાં કમાઠીપુરાના નામના ઉપયોગ અને તેને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો છે.
લોકોનો આ ફિલ્મ પ્રત્યેનો ગુસ્સો જોયા બાદ સ્થાનિક ધારાસભ્ય અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ધારાસભ્યએ અરજી દાખલ કરીને માંગ કરી છે કે ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના નિર્માતાને કમાઠીપુરાનું નામ બદલવાનો આદેશ આપવામાં આવે. બોમ્બે હાઈકોર્ટ આવતીકાલે એટલે કે બુધવારે આ મુદ્દે સુનાવણી કરવા જઈ રહી છે.
શા માટે ફિલ્મ સામે વાંધો ઉઠાવાઈ રહ્યો છે જાણો
મુંબઈમાં સ્થિત કમાથીપુરા એક સમયે રેડ લાઇટ એરિયા તરીકે જાણીતું હતું. જો કે, થોડા વર્ષો પછી કામથી કામદારોએ અહીં સ્થાયી થવાનું શરૂ કર્યું અને નામ બદલીને કામથીપુરા કરવામાં આવ્યું. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર રીલિઝ થયા બાદથી કમાઠીપુરાનું નામ ફરી એકવાર રેડ લાઈટ એરિયા તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે. અહીં રહેતા લોકોને તેની સામે વાંધો છે. તેઓ કહે છે કે તેમના વિસ્તારને બદનામ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સંજય લીલા ભણસાલીના વિર્દેશન હેઠળની ઘણી ફિલ્મો રિલીઝ પહેલાજ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત ભણસાલીની ગંગુબાઈ ફિલ્મ સામે વિવાદ સર્જાયો છે.