- પાર્ટી માટે સ્ટાઇલિશ લુક જોઈએ છે ?
- આજે જ કબાટમાં સામેલ કરો આ કપડાં
- લૂકને બનાવશે એકદમ સ્ટાઇલિશ
મહિલાઓને વિવિધ સ્ટાઈલ અને ફેશનના કપડાં પહેરવાનો અને ખરીદવાનો ખૂબ શોખ હોય છે.પરંતુ બધી ખરીદી કર્યા પછી પણ ઘણા પ્રસંગો એવા હોય છે જ્યારે તમને સમજાતું નથી કે,શું પહેરવું, જેનાથી તમે મહેનતથી પણ બચી શકો અને સ્ટાઇલિશ પણ દેખાશો. પરંતુ એ પણ સાચું છે કે,સ્ટાઇલિશ દેખાવા માટે શોપિંગ કરવું પડે છે.તેથી જ તમામ મહિલાઓએ તેમના કબાટમાં કેટલાક ખાસ કપડાંને સ્થાન આપવું જરૂરી છે.જેને ક્યારેય પણ કેરી કરીને દરેક પ્રસંગે તમે સ્ટાઇલિશ રજૂ કરી શકો છે, તો ચાલો જાણીએ કે,દરેક યુવતીના કબાટમાં કયા કપડા હોવા જોઈએ-
ક્રોપ જેકેટ
જો તમે ક્યાંક ફરવા જતા હોવ ત્યારે સ્ટાઇલિશ લુક મેળવવા માંગતા હોવ તો આજે જ તમારા વોર્ડરોબમાં ક્રોપ જેકેટ સામેલ કરો.આ જેકેટ ડેનિમ જીન્સમાંથી કોઈપણ પ્રકારનું હોઈ શકે છે, જે ડ્રેસ, જીન્સ પર ઘણું ફીટ થાય છે. બીજી બાજુ, જેકેટ સાથે તમે કૂલ અને આરામદાયક દેખાવ મેળવીને સ્ટાઇલિશ દેખાશો.તમે જેકેટને ઑનલાઇન અથવા ઑફલાઇન માધ્યમથી ખરીદી શકો છો.
બ્લેક ડ્રેસ
ડાર્ક કલરનો ડ્રેસ યુવતીની પહેલી પસંદ હોવો જોઈએ અને તેને હંમેશા અલમારીમાં રાખવો જોઈએ.ડાર્ક કલરમાં બ્લેક કલરનો શોર્ટ ડ્રેસને તમે કોઈપણ પાર્ટીમાં વિચાર્યા વગર કેરી કરી શકો છો, કારણ કે બ્લેક ડ્રેસ હંમેશા સરસ લાગે છે.
ટ્રેન્ચ કોટ ડ્રેસ સાથે
જો તમે શિયાળાની ઋતુમાં પાર્ટીમાં જાવ છો, તો આઉટફિટની ચિંતા ન કરો. પફર જેકેટ, બાઈકર જેકેટ અને બ્લેઝર દરેક યુવતી પાસે હોય છે. પરંતુ જો તમે પાર્ટી વગેરેમાં સ્પેશિયલ લુક ઇચ્છતા હોવ તો ટ્રેન્ચ કોટ અને લોંગ ડ્રેસ ચોક્કસ રાખો.આ વિન્ટેજ ડ્રેસ દરેક પ્રસંગે પરફેક્ટ લુક આપશે.