1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં FRC યોજના અંતર્ગત ખાનગી કોલેજોના SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે
રાજ્યમાં FRC યોજના અંતર્ગત ખાનગી કોલેજોના SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે

રાજ્યમાં FRC યોજના અંતર્ગત ખાનગી કોલેજોના SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્ય મંત્રી મંડળની આજે બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.જેમાં રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફી સીધી જે તે સંસ્થામાં સરકાર દ્વારા જ જમા કરાવી દેવાશે. SC કેટેગરીના 6 હજાર વિદ્યાર્થીઓ માટે 12 કરોડ તથા ST કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓ માટે 24 કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. તે માટે નવી ફી ફિક્સેશન કમિટી દ્વારા વિચારણા કે નિર્ણય ન થાય ત્યાં સુધી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20 માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગાર માટે સહાયરૂપ થવા આગામી 24થી 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાશે.

આ પ્રકારની વ્યવસ્થા શૈક્ષણિક વર્ષ 2020-21 અને તે પછીના વર્ષોમાં પણ યથાવત રહે અને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા પણ ST કેટેગરીના વિદ્યાર્થીઓને થતી શિષ્યવૃત્તિની ચુકવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર થાય તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે અંદાજિત 6 હજાર જેટલા એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ થશે જેની પાછળ 12 કરોડનો ખર્ચ થશે. જ્યારે એસ.ટી કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે જેની પાછળ 24 કરોડની ચૂકવણી સરકાર કરશે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે કપાસ, રાયડો, દિવેલા, વરીયાળી, ચણા સહિત અન્ય કઠોળ પાકોની ખરીદી ચાલુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મબલખ ચણાનું ઉત્પાદન થયું છે ત્યારે, કેન્દ્ર સરકાર વધુ ચણા પાકની ટેકાના ભાવે વધુ ખરીદી થાય એ માટે કેન્દ્રમાં દરખાસ્ત કરાશે. ચણાના પાકનું ઉત્પાદન કરનારા ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી રાજ્ય સરકાર વ્યવસ્થાઓ ગોઠવી રહી છે. રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે આગામી વર્ષના અંદાજપત્રને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપીને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પ્રોજેક્ટો હાલ પ્રગતિ હેઠળ છે તે તમામ કામો સત્વરે પૂરા કરવા તથા પૂર્ણ થયેલ કામોના લોકાર્પણ કરવા પણ સંબંધિતોને સૂચના આપી છે. જેથી નાગરિકોને લાભ મળતો શરૂ થઈ જાય. તેમણે ઉમેર્યું કે વિવિધ વિકાસકામોના આયોજનો માટે વિવિધ વિભાગો દ્વારા SOR બનાવાયેલા હોય છે એ માટે એકસૂત્રતા જળવાય અને ત્વરિત કામો હાથ ધરી શકાય એ હેતુસર માર્ગ-મકાન વિભાગને નવા SOR બનાવવા માટે પણ સૂચનાઓ આપી દેવાઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગાર માટે સહાયરૂપ થવા આગામી 24થી 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું છે. તેની તમામ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે અને લાભાર્થીઓને લાભ સત્વરે મળે એ માટે સંપૂર્ણ તકેદારી રખાશે. રાજ્યમાં ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે જેમાં રમતવીરો ખૂબ જ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 3.11 લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. હજુ પણ રસ ધરાવતા ખેલાડીઓએ વધુને વધુ રજીસ્ટેશન કરી ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ને સાર્થક કરશે તેવી આશા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code