કિચન ટિપ્સઃ- માત્ર 10 મિનિટમાં બની જાય છે કાજુનું આ સ્વાદિષ્ટ શાક ,જોઈલો રીત
- કાજુનું શાક બનાવો 10 મિનિટમાં
- રોટી અને પરાઠા સાથે ખાઈ શકાય છે
સામાન્ય રીતે રોજેરોજ ઘરમાં શું બનાવવું તે ચિંતા હોય છે, ત્યારે આજે કાજુમાંથી બનતા શાકની રેસિપી જોઈશું જે બેઝિક સામગ્રીમાં અને ઓછી મહેનતમાં બની જાય છે અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ પણ હોય છે.
સામગ્રી
- 100 ગ્રામ – કાજુ
- 2 ચમચી – મલાઈ
- 1 – ચમચી જીરુ
- 2 નંગ – ડુંગળી
- 2 નંગ – ટામેટા
- 10થી12 નંગ- લસણની કળી (જીણી ક્રશ કરીલેવી)
- 1 મોટો ટૂકડો – આદું(જીણી ક્રશ કરી લેવું)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચમચી – કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- જરુર પ્રમાણે – હળદર
- જરુર પ્રમાણે – તેલ
- અડધી ચમચી – કસ્તુરી મેથી
- પા ચમચી – ગરમ મસાલો વાટેલો
કાજુનું સાક બનાવાની રીત
- સૌ પ્રથમ કાજુને તેલમાં તળીલો, બ્રાઉન થાય ત્યા સુધી તળવા-
- હવે એક કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ રહેવાદો તેમાં જીરું અને ડુંગળી-ટામેટાની પેસ્ટ એડ કરીલો અને 2 મિનિટ સુધી સાંતળી લો
- હવે તેમાં આદુ અને લસણ એડ કરીલો, ત્યાર બાદ હરદળ,લાલ મરચું અને મીઠું એડ કરીને 2 ચમચી જેટલું પાણી નાખી 3 થી 4 મિનિટ થવાદો
- હવે આ ગ્રેવી બરાબર સંતળાય જાય એટલે તેમાં કાજુને ટૂકડા કરીને એડ કરીલવો,
- હવે તેમાં વાટેલો ગરમ મસાલો પમ એડ કરીને બરાબર મિક્સ કરી લેવું
- હવે આ સબજીને 5 મિનિટ સુધી ગેસ પર ઘીમી ફ્લેમ પર બરાબર સાંતળીલો, હવે ગેસ બંધ કરીને શાકમાં 2 ચમચી મલાઈ અને લીલા ઘાણા એડ કરીલો, તૈયાર છે કાજૂનું 10 મિનિટમાં ઝડપથી બની જતું આ શાક