1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં મહિલા લેક્ચરરને 95 લાખની લાલચમાં 1.10 લાખ ગુમાવવા પડ્યા
ગાંધીનગરમાં મહિલા લેક્ચરરને  95 લાખની લાલચમાં 1.10 લાખ ગુમાવવા પડ્યા

ગાંધીનગરમાં મહિલા લેક્ચરરને 95 લાખની લાલચમાં 1.10 લાખ ગુમાવવા પડ્યા

0
Social Share

ગાંધીનગરઃ શહેરના સેકટર-26ની સરકારી પોલીટેકનીકનાં મહિલા લેક્ચરર સાથે ફેસબુક મેસેન્જરથી મિત્રતા કેળવી પાયલોટ તરીકે ઓળખ આપી જ્વેલરી સહિત 95 લાખ રોકડા રૂપિયાનું પાર્સલ કૂરીયર કર્યું હતું. આથી 95 લાખ સહિતની વસ્તુઓનું પાર્સલ છોડાવવાની લ્હાયમાં 1.10 લાખ પણ કસ્ટમ ડયુટી પેટે ટ્રાન્સ્ફર કરી દીધા પછી છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મહિલા લેક્ચરરે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર-22 ખાતે રહેતાં દર્શનાબેન સેકટર-26 સરકારી પોલીટેકનીકમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. આજથી છ મહિના અગાઉ તેમના મોબાઈલમાં ફેસબુક મેસેન્જર પર જેમ્સ બર્નાર્ડ નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેનો તેમણે સ્વીકાર કરી લીધો હતો. બાદમાં જેમ્સ નામના ઈસમે પોતે બેલ્જિયમ રહેતો અને પાયલોટ હોવાની ઓળખાણ આપી દર્શનાબેન પાસેથી મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં બન્ને જણાં વોટ્સઅપનાં માધ્યમથી વાતચીત કરતાં હતાં. ત્યારે એક દિવસ જેમ્સ નામના ઈસમે બેલ્જિયમથી જવેલરી પાર્સલ કરવાની વાત કરી હતી. અને 22 મી ઓક્ટોબર 2021 ના રોજ જવેલરીનું પાર્સલ કુરિયર કરી દીધાની જાણ પણ દર્શનાબેનને કરી હતી. જેનાં પગલે 25 મી ઓક્ટોબરનાં રોજ દર્શનાબેનનાં મોબાઇલ પર દિલ્હીથી કોઈ શખ્સે ફોન કરીને જાણ કરી હતી કે, તમારૂ જવેલરી, ઈલેક્ટ્રોનિક, એનવલોપ, બેગ, સૂઝ સહિતની વસ્તુનું પાર્સલ આવ્યું છે. જે છોડાવવા પેટે 28 હજાર 800 કસ્ટમ ડ્યુટી ભરવાની વાત કરી એક એસએમએસ મોકલી દિલ્હીની યુનિયન બેંકનો એકાઉન્ટ નંબર મોકલી આપ્યો હતો. જેથી કરીને દર્શનાબેને એજ દિવસે પૈસા ટ્રાન્સ્ફર કરી દીધા હતા. બાદમાં બીજા દિવસે ફરી પાછો દિલ્હીથી બોલું છું કહીને અજાણ્યા ઈસમે ફોન કરીને જણાવ્યું હતું કે, જવેલરીનાં પાર્સલ સાથે એક કવરમાં રોકડા 95 લાખ પણ આવેલા છે. જેનાં માટે બીજા 85 હજાર કસ્ટમ ડયુટી ભરવી પડશે. એટલે 95 લાખની લાલચમાં આવી જઈને ફરીવાર દર્શનાબેને 85 હજાર પણ ટ્રાન્સ્ફર કરી દીધા હતા.

જોકે, 27મી ઓક્ટોબર 2021એ પણ એજ રીતે ફોન કરીને વધુ 3. 80 લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારે જઈને દર્શનાબેનને શંકા પડી હતી. આથી તેમણે દિલ્હીથી આવેલા અને બેલ્જિયમનાં જેમ્સ નામના ઈસમને ફોન કર્યા હતા. પરંતુ બન્ને નંબર સ્વીચ ઓફ આવતાં હતાં. આ અંગે દર્શનાબેનની ફરિયાદના આધારે સેકટ -21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code