1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હર હર મહાદેવ…. કાલે મહા શિવરાત્રી, શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે
હર હર મહાદેવ…. કાલે મહા શિવરાત્રી, શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે

હર હર મહાદેવ…. કાલે મહા શિવરાત્રી, શિવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતીકાલ તા.1લી માર્ચે મહાશિવરાત્રીનું પર્વ ધર્મોલ્લાસ સાથે ઊજવાશે. મહાદેવજીના તમામ મંદિરોમાં મહા શિવરાત્રીની પૂજા-અર્ચના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
શિવમંદિરો  વહેલી સવારથી ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. મંદિરોમાં ઠેર ઠેર ચાર પ્રહરની પૂજા અર્ચના થશે. સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિકો અભિષેક, પૂજન, શિવમહિમ્ન સ્તોત્રના પાઠ કરીને જીવને શિવમાં પરોવવાનો પુરુષાર્થ કરશે.

અમદાવાદ શહેરમાં આવતી કાલે મહા શિવરાત્રીના દિને કર્ણ મુક્તેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, બિલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવજી સહિત તમામ શિવ મંદિરોમાં પૂજા માટે વિશેષ આયોજન કરાયું છે. જ્યારે રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં સુશોભન તથા રોશનીના શણગાર કરાયા છે. કાલે વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

સોમનાથ તીર્થઘામમાં મહાશિવરાત્રિ મહોત્સવ પ્રસંગે શિવભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ આવી પહોંચનાર હોય ત્યારે આ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ થયેલ છે. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સતત કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે અને પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ઘાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવેલ છે અને દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા મહાદેવના દર્શનનો લાભ લઇ શકનાર છે.

સોમનાથ ખાતેના મહાશિવરાત્રી પર્વની વિગતો આપતા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં તા. 1લી માર્ચથી દ્વિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.  મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઇ સતત કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાયેલ હોય જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પૂજનમાં રાજકોટનો રાજવી પરિવાર ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં સોમનાથ, ઘેલા સોમનાથ ઉપરાંત સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, હિંમતનગર, જુનાગઢ સહિત તમામ શહેરો અને ગામડાંઓમાં પણ શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઊજવણી કરાશે.ગોંડલમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવરાત્રી પર્વ મનાવાશે. જેમાં  108 શિવલીંગ દર્શન, 56 ભોગ અન્નકોટ દર્શન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઘેલા સોમનાથ ખાતે કાલે તા. 1નાં મંગળવારે મહાશિવરાત્રિનાં દિવસે આખો દિવસ જળાભિષેક તથા દૂધ અભિષેક થશે.બ્રહ્માકુમારીઝ-ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા આયોજીત મહાશિવરાત્રી મહોત્સવ રુદ્રાક્ષ જ્યોર્તિલીંગ, બાર દ્વાદશ અને દિવ્યઆનંદ અનુભૂતિ સપ્તાહનું ભવ્ય આયોજન કરાયુ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code