આઠ હજાર જેટલા ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યુઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ યુક્રેન સંકટને લઈને જમીન ઉપર સ્થિતિ ઘણી જટીલ છે. હાલત ચિંતાજનક છે પરંતુ અમે તમામ પડકારો છતા તમામને પરત લાવવા સક્ષમ છીએ. તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મહારે દ્વારા એડવાઈઝરી જાહેર કર્યા બાદ લગભગ 8 હજાર જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યાં છે.
દરમિયાન પૂર્વ સેના પ્રમુખ જનરલ અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા કોઈ પણ ભારતીય નાગરિકને ત્યાં છોડવામાં નહીં આવે, તમામને પરત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, યુદ્ધ દરમિયાન બંને પક્ષે પ્રતિબંધ અને ભ્રમની સ્થિતિ બનેલી છે. જો તમારામાં ધૈર્ય નથી તો આપ બતાવેલા નિર્દેશોનું પાલન નહીં કરતો પરિસ્થિતિ વધારે બગડી શકે છે.
સંકટગ્રસ્ત યુક્રેમમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવાની કામગીરી ભારત સરકાર દ્વારા તેજીથી શરૂ કરવામાં આવ્યું છે. સરકારના ઓપરેશન ગંગામાં એયલ ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન પણ સામેલ થયું છે. આ એરલાઈનનું એક વિમાન સોમવારે બપોરના સમયે મુંબઈથી બુખારેસ્ટ થવા રવાના થયું હતું. આ વિમાન 182 જેટલા ભારતીયોને લઈને મુંબઈ માટે ઉડાન ભરશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ ભારતીયોને બહાર કાઢવા માટે ચર્ચા કરવામાં આવી હતી.