24 કલાકની અંદર 1300થી વધુ ભારતીયોની થઈ વતન વાપસી – વિદેશમંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી
- ભારતે 24 કાલકમાં 13થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા
- વિદેશમંત્રીએ ટ્વિટ કરીને આપી જણકારી
દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ ભારત સરકાર સતત પ્રયત્નશીલ બની છે કે તે ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પોતાના વતન પરત લાવે આ માટે ભારત સરકારે ગંગા ઓપરેશન શરુ કર્યું છે અત્યાર સુધી આ મિશન હેઠળ ્નેક ભારતીયો ને પરત લાવવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે હાલ યુક્રેનમાં સ્થિતિ વધુને વધુ ભયાનક બની રહી છે. આવી સ્થિતિમાં, ભારત તરફથી દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢવામાં આવે.
આ બાબતે વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે કહ્યું કે ભારતે છેલ્લા 24 કલાકમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 1,377 નાગરિકોને બહાર કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતા વિદેશ મંત્રીએ લખ્યું કે છેલ્લા 24 કલાકમાં હવે પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ સહિત છ ફ્લાઈટ્સ ભારત માટે રવાના થઈ છે. યુક્રેનથી વધુ 1377 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા.
#OperationGanga developments.
Six flights have now departed for India in the last 24 hours. Includes the first flights from Poland.
Carried back 1377 more Indian nationals from Ukraine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 2, 2022
ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા હેઠળ, ભારત આગામી ત્રણ દિવસમાં 26 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે. યુક્રેનના હવાઈ માર્ગો બંધ થવાને કારણે ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.