કેન્દ્ર સરકારે સ્થળાંતર કરનારા તથા સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની યોજનાઓને આપી મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અમ્બ્રેલા યોજના હેઠળ સ્થળાંતર કરનારા અને સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની સાત વર્તમાન પેટા યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આ યોજના પાછળ લગભગ 1452 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારે કુલ રૂ. 1,452 કરોડના ખર્ચ સાથે 2021-22 થી 2025-26ના સમયગાળા માટે અમ્બ્રેલા યોજના (સ્થળાંતર કરનારા અને પ્રત્યાવર્તિત લોકોની રાહત અને પુનર્વસન) હેઠળ સાત વર્તમાન પેટા યોજનાઓને ચાલુ રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ યોજના સ્થળાંતર કરનારાઓ અને વતનવાસીઓને, જેમણે વિસ્થાપનને કારણે સહન કર્યું છે, તેઓને વાજબી આવક મેળવવા અને મુખ્ય પ્રવાહની આર્થિક પ્રવૃત્તિઓમાં તેમના સમાવેશને સરળ બનાવવા માટે સક્ષમ બનાવે છે. સરકારે જુદા જુદા સમયે જુદી જુદી યોજનાઓ શરૂ કરી હતી. જે આ સાત યોજનાઓ માટે સહાય પૂરી પાડે છે. જેમાં જમ્મુ અને કાશ્મીર અને છાંબના પાકિસ્તાન અધિકૃત વિસ્તારોના વિસ્થાપિત પરિવારોની રાહત અને પુનર્વસન, શ્રીલંકાના તમિલ શરણાર્થીઓને રાહત સહાય, ત્રિપુરામાં રાહત શિબિરોમાં દાખલ બ્રુસને રાહત સહાય, 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને વધારેલી રાહત, આતંકવાદી હિંસા, બળવાખોરી, સાંપ્રદાયિક/ડાબેરી ઉગ્રવાદ હિંસા અને ક્રોસ બોર્ડર ફાયરિંગ અને ભારતીય પ્રદેશ પર માઈન/આઈઈડી વિસ્ફોટોના પીડિતો સહિત આતંકવાદી હિંસાનો ભોગ બનેલા અસરગ્રસ્ત નાગરિકોના પરિવારોને નાણાકીય સહાય અને અન્ય સુવિધાઓ, સેન્ટ્રલ તિબેટિયન રિલીફ કમિટી (CTRC) ને અનુદાન તથા સરકાર પશ્ચિમ બંગાળ સરકારને ભારતમાં પૂર્વના 51 બાંગ્લાદેશી એન્ક્લેવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ-ઇન-એઇડ પણ આપી રહી છે, જે કૂચબિહાર જિલ્લામાં સ્થિત છે અને બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ ભારતીય એન્ક્લેવમાંથી 922 પરત ફરનારાઓના પુનર્વસન માટે છે, તેનો સમાવેશ થાય છે.
(PHOTO-FILE)