1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે શરૂ કર્યું અભિયાન

ગુજરાતમાં નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે શરૂ કર્યું અભિયાન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીને અટકાવા માટે સઘન પેટ્રોલિંગ અને સતત વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં પોલીસ દ્વારા રૂ. 600 કરોડથી વધુની કિંમતનો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2 વર્ષના સમયગાળામાં રૂ. 4.33 કરોડનો 19 લાખ લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે. જ્યારે 16 કરોડ રૂપિયાની બિયરની બોટલ મળી છે. રાજ્યમાં 370 કરોડનું અફીણ, ચરસ, ગાંજો, ડ્રગ્સ મળી આવ્યું છે. ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કચ્છ, છોટા-ઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર તરીકે ઉભરી આવ્યા છે. ગૃહ રાજ્ય પ્રધાનના વિસ્તાર સુરતમાંથી બે વર્ષમાં 93 લાખના નશીલા પદાર્થ જપ્ત કરાયા છે. ગુજરાત વિધાનસભામાં હર્ષ સંઘવીએ કહ્યું કે દારૂબંધીનો કાયદો હળવો નહીં કરવામાં આવે. દારૂ વેચતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પણ હર્ષ સંઘવીએ ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યમાંથી બે વર્ષમાં રૂ. 216 કરોડની કિંમતની વિદેશી દારૂની બોટલ, રૂ. 4.33 કરોડનો 19 લાખ લીટર દેશી દારૂ, 16.20 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા-પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું છે. બે વર્ષમાં 606.41 કરોડની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્‍ય નશીલા દ્રવ્‍યો પકડવામાં આવ્‍યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4046 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code