હાર્ટ એટેક આવવાનો ડર છે? તો તમને આ બીમારી પણ હોઈ શકે
- હાર્ટ એટેક આવવાનો ડર છે?
- કાર્ડિયોફોબિયા નામની બીમારીનો તમે હોઈ શકો છો શિકાર
- જાણો એમાં શું થાય છે?
આજકાલના સમયમાં જોઈ કોઈના પણ મોતના સમાચાર હાર્ટ એટેકથી થયું હોવાના મળતા હોય તો સામાન્ય રીતે અન્ય લોકોને પણ ચિંતા થવા લાગતી હોય છે.આવામાં કેટલાક લોકોને કાર્ડિયોફોબિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે.આ પ્રકારની બીમારીથી હાર્ટ એટેક આવતો નથી પણ હાર્ટ એટેકની ચિંતા સતત થયા કરતી હોય છે.
આ બીમારીનો શિકાર બનો ત્યારે શું થાય છે? તો એમાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ બીમારીનો શિકાર થાય છે ત્યારે એન્કઝાઈટી, હૃદયના ધબકારા વધી જવા,ચક્કર આવવા, હાઈ બ્લડ પ્રેશર, બેભાન થઈ જવું, અચાનક પરસેવો થવો, ધ્રુજારી આવવી, છાતીમાં દુખાવો આ બધી અસરો જોવા મળે છે.
આ બીમારીથી બચવા માટે ફોબિયાના દર્દીઓને ઘરે બ્રીધિંગ એક્સર્સાઈઝ અને મેડિટેશન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારું મન શાંત રહેશે અને એન્કઝાઈટી ઓછી થશે. કાર્ડિયોફોબિયાની સારવાર માટે તમારે સારા સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ. ત્યાં તમારી થેરપી અને કાઉન્સિલિંગ કરવામાં આવશે. તેની સાથે જ હૃદયની તંદુરસ્તી જાણવા માટે વર્ષમાં બે વખત હાર્ટ ચેકઅપ કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે આ માત્ર જાણકારી માટે છે પણ કોઈપણને કોઈપણ સમસ્યા થાય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.