- અશ્વગંઘા સારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે
- વાળને સારા બનાવા માટે પણ અશ્વગંઘાનો ઉપયોગ થાય છે
કદાચ જ કોઈ વ્યક્તિ આ એશવગંઘા નામથી અજાણ હશે, જો કે રોજેરોજ ટીવી પરની જાહેરાતોમાં આ નામ આપણે અનેક વખત સાંભ્ળયું છે, તો ચાલો જાણીએ શું છે આ ઓષધિ અને તેના ઉપયોગથી ત્વચા અને વાળને કેટલો ફાયદો થાય છે.ખાસ કરીને અશ્વગંધા તમારી સુંદરતા પણ નિખારવાનું કામ કરે છે. તેમાં રહેલું એન્ટીઑક્સિડેન્ટ, આર્યન અને એમિનો એસિડ તેને એક ચમત્કારી ઔષધિમાં સ્થાન અપાવે છે.
અશ્વગંધા લેવાની કોઇ પ્રમાણભૂત માત્રા નથી. પરંતુ કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે તેનો ઉપયોગ 450 મિલીગ્રામથી લઇને 2 ગ્રામ સુધી પાઉડર તરીકે કરી શકાય છે. સામાન્ય રીતે ઓછીથી મધ્યમ માત્રામાં અશ્વગંધાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે.
અશ્વગંઘા શરીરમાં હોર્મોનને સંતુલનમાં રાખે છે. આ ઉપરાંત અશ્વગંધા સ્કિન અને વાળ નમાટે ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે,સ્કિન અને વાળ સંબંધિત સમસ્યાઓ માટે એક પ્રાકૃતિક ઉપાય છે. ત્યારે હવે કેમિકલ યૂક્ત પ્રદાર્થ છોડીને તમારે કુદરતી આ ઔષધિ અશવગંઘાનો ઉપયોગ કરવો જોઈએ
અશ્વગંઘા કરચલીઓ અને ડ્રાયનેસ માટે સારું માનવામાં આવે છે. તેના એન્ટીઑક્સીડેન્ટ ગુણ ત્વચાને મુક્ત કણોથી બચાવવામાં મદદ કરે છે,
અશ્વગંધા હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના ઉત્પાદન કરવામાં મદદ કરે છે અને સ્કિનમાં નેચરલ ઓઇલના ઉત્પાદનને ઝડપી બનાવે છે.
અશ્વગંધા હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે મહત્ત્વપૂર્ણ પ્રોટીનના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે. તેમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે,
અશ્વગંધા વાળ માટે પણ ગુકારી માનવામાં આવે છે તેમાં સર્ક્યુલેશનમાં સુધારો કરી શકવાની શક્તિ હોય છે.
અશ્વગંઘાથી વાળ હેલ્ધી બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
આ સાથે જ જે લોકોને ખોળોની સમસ્યા હોય તેમણે અશ્વગંધાથી રાહત થાય છે તે ખોળોમાંથી પણ છૂટકારો અપાવવામાં મદદ કરે છે.
વાળને લઈને અશ્વગંધા પાઉડરનો મોટાભાગે શેમ્પૂ અને કન્ડીશનરમાં ઉપયોગ કરવામાં આવે છે.
આ સહીત અશ્વગંધા વાળના રંગ માટે જવાબદાર હોય છે. આ ક્ષમતાના કારણથી જ અશ્વગંધા સમય પહેલા સફેદ થતા વાળને કાળા કરવાની ક્ષમતા ધરાવે છે.