રશિયા-યુક્રેનનો દસમો દિવસઃ જાઈટોમીર શહેર ઉપર રશિયાનો હુમલો, યુક્રેનના વધુ 47 નાગરિકોના મોત
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો આજે દસમો દિવસ છે. રશિયાએ યુક્રેનના રહેણાક વિસ્તારમાં પણ જોરદાર બોમ્બ મારી શરૂ કરી છે. યુક્રેને દાવો કર્યો છે જાઈટોમીર શહેરમાં રશિયાના બોમ્બ હુમલામાં 47 નાગરિકોના મોત થયાં છે. સ્થાનિક પોલીસે ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યાનું જણાવ્યું હતું.
યુક્રેનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, રશિયા સૈન્ય રહેણાક વિસ્તારમાં સતત હુમલો કરી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ યુરોપીય નેતાઓને રશિયાને અટકાવવા અપીલ કરી હતી. જેલેંસ્કીએ કહ્યું કે, જો રશિયા નહીં રોકાય તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે. રશિયાના એક રોકેટ કીવમાં રાષ્ટ્રપતિ ભવન બહાર પડ્યું હતું. આમ રશિયાનું ફરી ચુક્યું હતું.
રશિયાએ યુક્રેનના મારિયુપોલ શહેરમાં રહેણાંક વિસ્તારમાં મિસાઈલથી હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડીંગમાં કોઈ નહીં હોવાથી જાનહાની સર્જાઈ ન હતી. યુક્રેનને નો ફાઈલોંગ ઝો નહીં જાહેર કરવા મુદ્દે પણ જેલેસ્કીએ નારાજગી વ્યક્ત કરી હતી. નોટોએ વિદેશ મંત્રીઓની બેઠકમાં જેલેસ્કીના પ્રસ્તાવને ફગાવ્યો હતો. ફ્રાંસના ઝીપોરિઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાના હુમલાની નીંદા કરી છે.