ઉત્તરપ્રદેશઃ પોલીસ સાથે અથડામણમાં કુખ્યાત ગુનેગાર ઠાર મરાયો
લખનૌઃ આજીવન કેદની સજા મળ્યા બાદ ફરાર કુખ્યાત સતીશસિંહ ઉપર એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન રામપુર વિસ્તારમાં પોલીસ સાથે થયેલી અથડામણમાં સતીશકુમારને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ગુનેગાર ફરાર થઈ હતો. માથાભારે શખ્સોએ કરેલા ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આરોપીઓ પાસે એકે-47, પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક જપ્ત કર્યું હતું. આરોપી 12 વર્ષથી પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો.
માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય સાહની સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે લાશનો કબજો લીધો હતો. એસપીએ કહ્યું કે માર્યા ગયેલા બદમાશ આંતર-પ્રાંતીય ખૂની અને હિસ્ટ્રી-શીટર હતો. D-63 ગેંગનો સભ્ય હોવાનું જણાવાયું હતું. તાજેતરમાં, તે સરાખવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપા નેતા લાલજી યાદવ અને એક ગામના વડાની હત્યામાં પણ સામેલ હતો.
રાઇસ મિલ ગેરવાન પાસે મોટર સાયકલ પર બે વ્યક્તિઓ આવતા જોવા મળ્યા હતા જેમને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો. જો કે, બાઈક પર સવાર શખ્સોએ અચાનક પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે પણ ફિલ્મી સ્ટાઈલમાં તેમનો પીછો કર્યો હતો અને મેગવા માનપુર પાસે આરોપીઓને ઘેરી લેવામાં આવ્યાં હતા. બાઈક પર સવાર આરોપીઓએ એકે-47 અને પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતા. દરમિયાન પોલીસે પણ સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન એક શખ્સ ફરાર થઈ ગયો હતો.