યુક્રેન સંકટ મામલે પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક – ભારતીયોને પરત લાવવાના અભિયાની સમિક્ષા કરી
- પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરિય બેઠક
- ભારતીયોને પરત લાલવાના અભિયાનની સમિક્ષા કરી
દિલ્હી- રશિયા છેલ્લા 10 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે.યુક્રેન પર સંકટ આવી પડ્ું છે આવી સ્થિતિમાં ભારત સરકાર પોતાના નાગરિકોને ઓપરેશન ગંગા હેઠળ સુરક્ષિત રીતે દેશમાં પરત લાવી રહી છે,ત્યારે વિતેલા દિવસ શનિવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
પીએમ મોદીએ યોજેલી આ દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર અને પિયુષ ગોયલ પણ હાજર હતા. આ બેઠકને મામલે કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનની સમીક્ષા કરી હતી.
ઉલ્લખનીય છે કે યુક્રેન સંકટ વચ્ચે, ભારતે તેના નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ અંતર્ગત ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ પીએમ મોદી આવી ઘણી સમીક્ષા બેઠકો કરી ચૂક્યા છે
બેઠકમાં NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિતના ટોચના અધિકારીઓ પણ હાજર હતા. આ પહેલા પણ પીએમ મોદીએ કહ્યું છે કે વિદેશમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ભારતે હંમેશા પુરી તાકાતથી કામ કર્યું છે. આપણા નાગરિકોને પોતાના વતન પરત લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.