રાષ્ટ્રપતિ પુતિને પશ્નિમી દેશોને આપી ચેતવણી – કહ્યું,’યુક્રેન પર નો ફ્લાઈજોનની માંગ કરશે તો પરિણામ ગંભીર આવશે’
- રાષ્ટ્રપતિ પુતિનની પશ્વિમીદેશોને ચેતવણી
- નો ફ્લાઈ જોન લગાવાશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે
દિલ્હીઃ- રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે ત્યારે રશિયા હાલ 10મા દિવસે પણ હુમલો કરી રહ્યું છે યુક્રેનની હાલત ખરાબ થી ચૂકી છએ કેટલાક શહેરો પર રશિયાએ કબ્જો કર્યો હોવાનો દાવો કર્યો છે આવી સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા અને યુરોપિયન દેશોને ચેતવણી આપી છે. પુતિને કહ્યું છે કે પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે.
રાષ્ટ્રપતિ પુતિને ફરી એ વાત દોહરાવીને કહ્યું હતું કે યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીનો હેતુ રશિયન-ભાષી સમુદાયની સુરક્ષા કરવાનો છે અને આ માટે યુક્રેનનું ડિમિલિટરાઇઝેશન અને નાઝી તત્વોને ખતમ કરવા માટે છે, જેથી દેશ તટસ્થ રહે.
આ સમગ્ મામલે રોઇટર્સના સમાચાર રિપોર્ટ પ્રમાણે , પુતિને કહ્યું કે યુક્રેનના આકાશ પર નો ફ્લાય ઝોનના કોઈપણ પ્રયાસને સંઘર્ષમાં સામેલ ગણવામાં આવશે. યુક્રેન અને પશ્ચિમી દેશોએ સતત પુતિનના આ આરોપોનો ઉપયોગ હુમલાના બહાના તરીકે કર્યો છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને યુરોપિયન દેશોએ મોસ્કો પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. તેમાં પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ જેવા નેતાઓ સામેના પ્રતિબંધો પણ સામેલ છે.
પુતિને આ વાત મોસ્કોમાં એરોફ્લોટ ટ્રેનિંગ સેન્ટરમાં મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ્સના સમૂહને કહી હતી. જો કે, નાટોએ યુક્રેનની સરકાર દ્વારા યુક્રેનમાં નો-ફ્લાય ઝોન લાદવાની વાતને સતત નકારી કાઢી છે. તેમનું માનવું છે કે આનાથી યુક્રેનની બહાર યુદ્ધ ફેલાશે.જો કે પુતિને સ્પષ્ટ કર્યું કે આ અભિયાનમાં કોઈ બહારના તત્વો કે લોકો સામેલ નથી, પરંતુ પ્રોફેશનલ સૈનિકો તેને ચલાવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી સેના તમામ લક્ષ્યો હાંસલ કરશે અને તેમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. બધું યોજના મુજબ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 10 દિવસ બાદ પણ રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે આવી સ્થિતિમાં અનેક દેશોએ રશિયા પર પાબંઘિઓ લગાવી છે ત્યારે પુતિને રશિયામાં માર્શલ લો અથવા અન્ય કોઈપણ પ્રકારની ઈમરજન્સી લાદવામાં આવી શકે તેવી શક્યતાને પણ ફગાવી દીધી હતી.