1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી જ્હાન્વી કપૂરનો જન્મ દિવસ,આ રીતે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી
અભિનેત્રી જ્હાન્વી કપૂરનો જન્મ દિવસ,આ રીતે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

અભિનેત્રી જ્હાન્વી કપૂરનો જન્મ દિવસ,આ રીતે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

0
Social Share
  • અભિનેત્રી જહાન્વી કપૂરનો આજે જન્મદિવસ
  • ધડક ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
  • બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં બનાવ્યું સ્થાન

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી જહાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે.જહાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી તેની પુત્રીની પ્રથમ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા શ્રીદેવીનું નિધન થયું હતું. જહાન્વીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે ઝી સિને બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પછી જહાન્વીએ થોડો બ્રેક લીધો અને તે ફરીથી વર્ષ 2020માં ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી.તે હોરર ફિલ્મમાં વધારે કામ કરી શકી ન હતી, પરંતુ તે જ વર્ષે જહાન્વીની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં જહાન્વીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું

વર્ષ 2021 માં ફરી કોવિડ દરમિયાન જહાન્વીની ફિલ્મ રૂહી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર કોમેડી જહાન્વીની એક્ટિંગમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. જહાન્વીની એક્ટિંગને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો.

જહાન્વી પાસે હાલ 3 ફિલ્મો છે, પરંતુ તેમની રિલીઝ વિશે વધુ માહિતી સામે આવી નથી. તે દોસ્તાના 2, ગુડ લક જેરી, મિલીમાં જોવા મળશે.

જહાન્વી તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલથી પણ ખૂબ જ પ્રભાવિત છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન બોલ્ડ લુકમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code