પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી શકે છે વાત
- પીએમ મોદી આજે ઝેલેન્સ્કી સાથે ફોન પર કરશે વાત
- સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બન્ને નેતાઓ વચ્ચે વાત થવાની શક્યતા
દિલ્હીઃ- વિશ્વભરમાં હાલ રશિયાએ છેડેલા યુદ્ધની ચર્ચાઓ છે. યુક્રેન પર સતત 12 દિવસોથી રશિયા ઘાતક હુમલાઓ કરી રહ્યું છે આવી સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ પીછેહઠ થવા માંગતા નથી જો કે તેમણે એક વીડિયો દ્રારા અનેક દેશોને તેમની મદદ કરવાની અપીલ કરી છે, આ અપીલ પર અમેરિકાએ યપક્રેનને ઘણા હથિયારો પુરા પાડ્યા છે.
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરશે તેવી માહિતી સુત્રો દ્રારા મળી રહી છે.આજે પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરેૈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ સાથે જ ભારત યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં હાલ વ્યસ્ત જોવા મળે છે. આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના નાગરિકોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન ગંગા’ની સફળતા માટે વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવને શ્રેય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ રવિવારે સિમ્બાયોસિસ યુનિવર્સિટી અને તેના આરોગ્ય ધામના સુવર્ણ જયંતિ સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું, “અમે ઓપરેશન ગંગા હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છીએ.