કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે નાસ્તામાં બનાવો ટોમેટાના આ ભરેલા ભજીયા , ખાવામાં ખૂબ હશે સ્વાદિષ્ટ
સાહીન મુલતાની-
- ટામેટાના ભજીયા જે બેઝિક સામગ્રીથી બની જાય છે
- પનીર અને બટાકાનું સ્ટફઇંગ તેને ટેસ્ટી બનાવે છે
આપણે સો કોઈએ બટાકાના સ્ટફિંગ ભજીયા તો બહું ખાધા હશે પણ આજે એનોખી સ્ટાઈલમાં ટામેટાને સ્ચફ કરીને સરસ મજાના ભજીયા બનાવતચા શઈખીશુિં જેમાં વધુ સમાગ્રીની પણ જરુર નહી પડે અને ઈઝી બની પણ જશે.
ખીરું બનાવા માટે
1 વાટકો બેસન લો, તેને એક બાઉલમાં નાખો ત્યાર બાદ તેમાં અજમો, મીઠું સ્વાદ પ્રમાણે,ભજીયાનો ખારો, હરદળ અને પાણી નાખીને થખોડુ જાડું ખીરુ બનાવવું
સ્ટફિંગ માટે
- 6 નંગ ટામેટા
- 1 કપ છીણેલું પનીર
- 2 નંગ બાફેલા બટાકા
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 2 ચમચી – લાલ મરચું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 4 ચમચી – અધકચરું વાટેલું લસણ
- 2 ચમચી – લીલા ઘણા
સૌ પ્રથમ ટામેટાની ઉપરથી તેને થોડૂં કટ કરીને તેનું ડિચીયું કાઢીલો
હવે એક નાની ચમચી વડે ટામેટાની અંદરની બધો ગર કાઢીને ટામેટાને ખાલી બોક્સ બનાવી દો
હવે એક બાઉલમાં બાફેલા બટાકાને છીણીલો, ત્યાર બાદ તેમાં જરુર પ્સરમાણ ેચિઝ છીણીલો અને તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરી દો
હવે આ મિશ્રણમાં સ્વાદ મુજબ, મીઠું, હરદળ અને લાલ મરચું એડ કરીલો , હવે તેમાં લીલા ઘણા અને વાટેલું લસણ પણ એડ કરીને બરાબર મિક્સ કરીલો
હવે આ મિશ્રણને ટામેટા જે અડઘા કટ કર્યા છે તેમાંથી જે ગર કાઢી લીધો હોય તેમાં સ્ટફિંગ ભરી દો આ રીતે બધા જ ટામેટાની અંદર સ્ટફિંગ ભરીદો
હવે આ ટામેટામે બેસનના ખીરામાં બકાબર રગદોળીને ભર તેલમાં તળીલો, તૈયાર છે ગરમા ગરમ ટામેટાના સ્ટફિંગ ભજીયા
આ રીતે ટામેટાને ભરી લેવા