આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ- પીએમ મોદીએ નારી શક્તિના વિવિધ ક્ષેત્રમાં યોગદાન માટે કર્યા વંદન
- આજે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ
- પીએમ મોદીએ નારી શક્તિને કર્યા નમન
દિલ્હી- આજે 8 માર્ચના રોજ વિશઅવભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નેર્ન્દ્ર મોદીએ આજરોજ ખાસ રીતે નારી શક્તિને નમન કર્યા છે.પીએમ મોદી એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા શક્તિને સલામ કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
During the various #MannKiBaat episodes, we have showcased different aspects of women empowerment and highlighted the life journeys of inspiring women who have brought grassroot level changes.
Here is a video that highlights how ‘Mann Ki Baat’ has celebrated our Nari Shakti…. pic.twitter.com/wIo6kHC234
— Narendra Modi (@narendramodi) March 8, 2022
તેમણે ટ્વિટ કર્યું કે ભારતની વિકાસ યાત્રામાં આપણી મહિલા શક્તિને આગળ રાખવા માટે નાણાકીય સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળથી લઈને આવાસ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધીના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં વધુ પ્રગતિ સાથે ચાલુ હેશે.
On Women’s Day, I salute our Nari Shakti and their accomplishments in diverse fields. The Government of India will keep focusing on women empowerment through its various schemes with an emphasis on dignity as well as opportunity.
— Narendra Modi (@narendramodi) March 8, 2022
અન્ય એક ટ્વીટમાં પીએમ મોદી એ એમ પણ કહ્યું કે , “મહિલા દિવસ પર, હું નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને વંદન કરું છું. ભારત સરકાર સન્માન અને પ્રસંગો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.”
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ગુજરાતના કચ્છના ધોરડો ગામમાં સ્થિત મહિલા સંત શિબિરમાં આયોજિત સેમિનારને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરનાર છે.
.