1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમૃતસરથી જામનગર સુધીનો 1257 કિલોમીટરનો ગતિશક્તિ એકસપ્રેસ હાઈવે બનાવાશે
અમૃતસરથી જામનગર સુધીનો 1257 કિલોમીટરનો ગતિશક્તિ એકસપ્રેસ હાઈવે બનાવાશે

અમૃતસરથી જામનગર સુધીનો 1257 કિલોમીટરનો ગતિશક્તિ એકસપ્રેસ હાઈવે બનાવાશે

0
Social Share

જામનગરઃ પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત જામનગરથી અમૃતસર સુધીનો એક્સપ્રેસ હાઈવે બનાવાશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના વિકાસમાં વેગ આવે તે હેતુથી સરકારે રૂ. 107 લાખ કરોડનું કદ ધરાવતો પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટમાં 81 જેટલા જેટલા મહત્વના પ્રોજેક્ટ સમાવવામાં આવ્યા છે. એમાં ગુજરાતનો સમાવેશ પણ થયો છે. ગુજરાતને પ્રોજેક્ટ હેઠળ એક્સપ્રેસ હાઇવે મળવાનો છે. 1257 કિલોમીટરની લંબાઇ ધરાવતો અમૃતસરથી જામનગર સુધીનો એક્સપ્રેસ હાઇવે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. જામનગર, મોરબી, કચ્છ જિલ્લો ઉદ્યોગોનું હબ ગણાય છે ત્યાંથી માલ પરિવહન સરળતાથી થઇ શકશે. રાજકોટને પણ વાયા મોરબીથી ઘણો લાભ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી અમૃતસરના ગતિશક્તિ એક્સપ્રેસ હાઈવેને લીધે ભટીંડા, બાડમેર અને જામનગરની એમ કુલ ત્રણ ત્રણ ઓઇલ રિફાઇનરીઓ એકબીજા સાથે જોડાશે. એ ઉપરાંત ભટીંડાનો થર્મલ પ્લાન્ટ તથા ગંગાનગરનો થર્મલ પ્લાન્ટ પણ આ જ રસ્તે આવશે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે લુધિયાણા-ભટીંડા-અજમેર એક્સપ્રેસ વેને મળશે. આમ આખો રસ્તો આર્થિક કોરિડોર બની રહેવાનો છે. હરિયાણા અને રાજસ્થાનમાં 2019માં જ આ રસ્તાનું બાંધકામ શરૂ થઇ ગયું છે અને માર્ચ 2023 સુધીમાં પૂરું કરવાનું સરકારનું લક્ષ્ય છે.
ગતિશક્તિ હેઠળ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે કે જે 1350 કિલોમીટરનો છે તે અને 210 કિલોમીટરનો દિલ્હી-સહરાનપુર-દહેરાદૂન એક્સપ્રેસ વે પણ છે. સરકારે ગતિશક્તિ હેઠળ’ ભારત નેટનો પ્રોજેક્ટ પણ જોડ્યો છે. એનાથી વિશ્વનું સૌથી મોટું બ્રોડબેન્ડ નેટવર્ક સર્જાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  એક્સપ્રેસ વે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વાન્ટડુ ગામથી પ્રવેશશે. એ પછી પાટણ જિલ્લો, કચ્છ જિલ્લો અને મોરબી જિલ્લો એ રુટ પરથી જામનગર સુધી પહોંચશે. જામનગર અને અમૃતસરના એક્સપ્રેસ વેને લીધે ક્રૂડ-પેટ્રોલનું પરિવહન ખૂબ જ ઝડપી બની જશે. અત્યારે ઘણી વખત રસ્તાને લીધે વહનમાં મુશ્કેલી સર્જાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી અમૃતસર સુધી જવા માટે નવો રસ્તો મળતા આસપાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોટાંપાયે વિકાસ પામશે. આ રસ્તા પર ઓનલાઇન ટૂલ્સ પણ વિકસાવવામાં આવશે એનાથી ક્લિયરન્સનો સમય પણ બચશે. વળી, આ પ્રકારના બધા જ રસ્તા એક પોર્ટલ સાથે જોડી દેવામાં આવશે એટલે કનેક્ટિવીટીની કોઇ સમસ્યા રહેશે નહીં. સરકાર તેનો માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે અને મંજૂરી મળ્યે અમલ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code