આ યુવતી એ છેલ્લા 22 વર્ષથી નથી ખાતી શાકભાજી-ફળો ,જાણો કઈ રીતે જીવી રહી છે
- 22 વર્ષથી આ યુવતી શાકભાજી અને ફળ નથી ખાઈ રહી
- માત્ર ચિકન નગેટ્સ અને ચિપ્સ ખાઈને જીવી રહી છે
- તેને ફૂડ ફોબિયા હોવાથી તે શાકભાજી -ફળથી દૂર રહે છે
તમે ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી શાકભાજી અને ફળો ખાયા વગર અન્ય ફૂડજ પર જીવી શકો છો? કદાચ આપણા માટે શક્ય જ નથી કારણ કે રોજીંદા જીવનનો એક ભાદ છે શાકભાજી અને ફળો, પરંતુ આજે એક એવી યુવતીની વાત કરીશું છે તેણે તેના જીવનમાં છેલ્લા 22 વર્ષથી નથી શાકભાજી ખાધા કે નથી કોઈ ફળો ખાધા,છેલ્લા 22 વર્ષથી ફળો અને શાકભાજી ન ખાતી મહિલાએ કહ્યું કે તે ફૂડ ફોબિયાને કારણે ચિકન નગેટ્સ અને ચિપ્સ જેવા ખોરાક પર જીવી રહી છે.
આ 25 વર્ષિય મહિલા યુકેના કેમ્બ્રિજમાં રહે છે જેનું નામ છે સમર મનરોએ , તેણે આ બાબતે જણાવ્યું કે તે અવોઈડિંગ રિસ્ટ્રીક્ટેડ ફૂડ ઈન્ટેક ડિસઓર્ડરથી તે પીડિત છે. આ ફોબિયા ત્યારે શરૂ થયો જ્યારે તેણે ત્રણ વર્ષની ઉંમરે બાફેલા મેશ કરેલા બટાકા ખાધા હતા ત્યારથી તે આ ફોબિયાનો શિકાર બની છે
શાકભાજી અને ફળો જોઈને યુવતીનું મન થાય છે
આ બાબતે તેણી કહે છે કે ફળ અને શાકભાજી જોઈને જ તેમનું મન બગડી જાય છે. તેણે એકવાર તેના દાદાની એક લાખ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી, જેમાં તેણે વટાણા ખાવાની ઓફર કરી હતી. સમરે તેના ફોબિયાને દૂર કરવા માટે બે વાર થેરાપી અને હિપ્નોથેરાપીનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં.
એક મીડિયા સાથેનીન મુલાતમાં સમર મનરોએ કહ્યું, ‘હું જે કંઈ ખાઉં છું તે બર્ડસ આઈ ચિકન નગેટ્સ અથવા ક્રિસ્પ્સ છે. હું જે ખાઉં છું તેના આધારે મારું વજન બદલાય છે. હું ફળ કે શાકભાજી ખાતી જ નથી. મને યાદ નથી કે છેલ્લી વખત મેં ક્યારે શાકભાજી કે ફળ ખાધા હોય,હું 3 વર્ષની હતી ત્યારે તેનું સેવન કર્યું હતું
સમરે ફળો અને શાકભાજી ખાવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખાી નહોતી નહીં. તેણીએ કહ્યું, ‘એવું નથી કે હું પ્રયાસ કરવા માંગતી નથી. તે ફક્ત મને બીમાર અનુભવે છે, મારા મગજનો એક ભાગ છે જે મને શારીરિક રીતે તે કરવા દેતો નથી.’