વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ,જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે!
- વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ
- જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે!
એતો તમે જાણતા જ હશો કે,બ્રહ્માંડ ‘અનંત’ છે, જેની વિશાળતાનો આજ સુધી કોઈએ અંદાજ લગાવ્યો નથી અને આવનારા દિવસોમાં પણ તે શક્ય જણાતું નથી.અત્યાર સુધી આપણે અહીં જાણીએ છીએ કે, બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે.જોકે વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી એ શોધમાં લાગેલા છે કે, શું પૃથ્વી સિવાય બ્રહ્માંડના અન્ય કોઈ ગ્રહ પર જીવન શક્ય છે? જો કે, સમયાંતરે આને લગતી ઘણી બાબતો બહાર આવે છે.
અભ્યાસ અનુસાર,વૈજ્ઞાનિકોનું માનવું છે કે,અસ્ત થતા સૂર્યની નજીક કોઈ ગ્રહ હોઈ શકે છે, જ્યાં જીવન શક્ય છે.આ આશ્ચર્યજનક અભ્યાસ નોટિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો છે.
બ્રિટિશ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી અનુસાર, આ ગ્રહ ‘વ્હાઈટ ડ્વાર્ફ’ તારાની આસપાસ ફરતો જોવા મળ્યો છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ગ્રહ તારાના ‘હેબિટેબલ ઝોન’ એટલે કે ‘રહેવા લાયક ક્ષેત્ર’માં જોવા મળ્યો છે.
વાસ્તવમાં, ‘હેબિટેબલ ઝોન’ એવો વિસ્તાર છે જે ન તો ખૂબ ગરમ હોય છે અને ન તો ખૂબ ઠંડો, એટલે કે તે જીવન માટે અનુકૂળ હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,’વ્હાઈટ ડ્વાર્ફ’નો ‘હેબિટેબલ ઝોન’ પહેલીવાર જોવા મળ્યો છે, જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે.
અભ્યાસ મુજબ આ ગ્રહ પૃથ્વીથી 117 પ્રકાશ વર્ષ દૂર છે. જોકે સંશોધકોને હજી સુધી ગ્રહ ત્યાં અસ્તિત્વમાં હોવાના મજબૂત પુરાવા મળ્યા નથી, પરંતુ ચંદ્રના કદના બંધારણોની ગતિવિધિઓ જોઈને એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ત્યાં કોઈ ગ્રહ છે.