ઉનાળામાં દૂધ સાથે તકમરિયા ભેળવીને પીવાથી એસિટિડી સહીત પેટની ગરમીમાં મળે છએ રાહત
- તકમરીયાને પાણી તથા દૂઘ સાથે લાવા જોઈએ
- પેટની ગરમી તથા બળતરાને દૂર કરે છે
- ઠંડક માટેનો બેસ્ટ ઓપ્શન એટલે તકમરિયા
હવે ઉનાળાની સિઝન શરુ થી ચુકી છે ત્યારે પેટમાં બળતરા થવી, પગના તળીયા બરવા વગેરે જેવી ફરીયાદ ગરમીના કારણે વધુ રહે છે, આવી સ્થિતિમાં કુદરતી રીતે ઠંડક મળે તેવો ખોરાક લેવો જોઈએ ,જેમાં તકમરીયાના બીજ કે જે ગરમીમાં ખૂબજ કારગાર સાબિત થાય છે, જેની તાસિર ઠંડી હોય છે, અને એટલે જ દરેક પીણામાં તેને નાખવામાં આવે છે, ખાસ કરીને લીબું સિકંજીમાં પણ તકમરીયાનો ઉપયોગ થાય છે.
એક ગ્લાસ પાણીમાં થોડી સાકર અને તકમરિયા નાંખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તે બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કબજીયાત, ગેસ જેવી તકલીફો પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે.
ખાસ કરીને તકમરીયા અન્ટીઓક્સીડન્ટ ગુણ સમાયેલ છે, તેમજ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્સિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામીન્સના કારણે તે અનેક રીતે શરીર માટે મહત્વ ધરાવે છે.
- તકમરીયામાં રહેલ ફાઈબર પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે પાચનક્રિયા ઝડપી થાય છે.તકમરીયા ડિટોક્સીફીકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે શરીરમાં આયર્નની ઉણપ થતી હોય તો તકનરીયાનું સેવન આ એમિનિયા સામે મદદગાર સાબિત થાય છે
- આ બીજમાં વજન ઓછું કરવાની શકિત હોય છે. હકીકતમાં તેમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે, જેના લીધે તેને પાણીમાં મિક્સ કરીને રાખવામાં આવે તો તે ફૂલે છે. આ સાથે તેના સેવનથી વધારે પ્રમાણમાં ભૂખ પણ લાગતી નથી, જેના લીધે તમે ભોજનથી દૂર રહી શકો છો અને વજન પણ ઓછું થઈ શકે છે.
- તકમરિયામાં મળી આવતું ફાઈબર કામવાસના વધારવા માટે કામ કરે છે, જેના લીધે તમે આસાનીથી પલંગ પર સારું પ્રદર્શન કરી શકો છો. આ સિવાય તેનાથી આંખોને ઊર્જા મળે છે અને રોશનીમાં વધારો થાય છે.
- જો તમારા પેટમાં ઝેરી પદાર્થ વધી ગયા છે અને તેના લીધે પેટ સાથે જોડાયેલ રોગો જેવા કે અપચો, ગેસ, કબજિયાત, એસિડિટી અને પેટનો વિકારનો સામનો કરી રહ્યા છો તો પણ તમે ભોજનમાં ચિયાના બીજને શામેલ કરી શકો છો. તેનાથી પેટમાં રહેલી અશુદ્ધિ બહાર નીકળી જાય છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે.
- જો તમે હૃદય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ભોજન માં તકરમિયાન બીજને શામેલ કરવા જોઈએ. હકીકતમાં તેમાં ઓમેગા 3 અને એન્ટી તત્વો મળી આવે છે, જે હાર્ટ એટેક અને હાર્ટ સ્ટોક જેવી સમસ્યાને રોકવા માટે કામ કરે છે. વળી તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કન્ટ્રોલ રહે છે.
- તકમરીયાઆયર્ન થી ભરપુર સ્ત્રોત. તેનાથી બ્લડ કાઉન્ટ પણ વધે છે.તકમરીયા પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પ્ન થાય છે.તકમરીયામાં વિવિધ વિટામીન્સ અને મિનરલ્સ હોય છે,જે ખાસ કરીને ગરમીની ઋતુમાં સ્ફુર્તિમય રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલીઝમ જાળવી રાખે છે.
- સાહિન-