દિલ્હીમાં ડેન્ગ્યુનું જોખમ વધ્યું,અત્યાર સુધીમાં 48 કેસ નોંધાયા
- રાજધાનીમાં ડેન્ગ્યુનું જોખમ વધ્યું
- છેલ્લા એક સપ્તાહમાં છ કેસ
- અત્યાર સુધીમાં 48 કેસ નોંધાયા
દિલ્હી:રાજધાનીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના છ નવા કેસ નોંધાયા છે, જેનાથી આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 48 થઈ ગઈ છે.સોમવારે જારી કરાયેલા ત્રણ મહાનગરપાલિકાના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે,શહેરમાં આ વર્ષે 5 માર્ચ સુધીમાં ડેન્ગ્યુના 42 કેસ નોંધાયા છે.મચ્છરજન્ય ડેન્ગ્યુના સંદર્ભમાં સોમવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ આ વર્ષે 12 માર્ચ સુધીમાં કુલ 48 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 12 માર્ચની વચ્ચે ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા હતા, 2020માં છ, 2019માં ત્રણ, 2018માં નવ અને 2017માં આઠ કેસ નોંધાયા હતા.મચ્છરજન્ય રોગોના કેસો સામાન્ય રીતે જુલાઈ અને નવેમ્બરની વચ્ચે નોંધાય છે,પરંતુ આ સમયગાળો ડિસેમ્બરના મધ્ય સુધી લંબાઈ શકે છે.ગયા વર્ષે રાજધાનીમાં ડેન્ગ્યુના 9,613 કેસ નોંધાયા હતા, જે 2015 પછી એક વર્ષમાં સૌથી વધુ છે.આ સિવાય 23 લોકોના મોત થયા હતા.
રિપોર્ટ અનુસાર, 2021 પહેલા 2020માં 1,072, 2019માં 2036, 2018માં 2,798, 2017માં 4,726 અને 2016માં 4,431 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. 2015માં, ઓક્ટોબરમાં જ ડેન્ગ્યુના કેસોની સંખ્યા 10,600ને વટાવી ગઈ હતી, જે 1996 પછી રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ હતા.