હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય -કહ્યું ‘હિજાબ ઘર્મની અનિવાર્ય પ્રથા નથી’
- હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય
- હિજાબ ઘર્મનો જરુરી ભાગ નથી – હાઈકોર્ટ
દિલ્હીઃ- : છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હિજાબ વિવાદ ચાલી રહ્યો છે, અનેક વખત કોર્ટમાં આ મામલે સુનાવણી પર કરવામાં આવી છે આ હીજાબ વિવાદ એટલો વકર્યો હતો કે તેના પડધા દેશવિદેશ અને દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યા હતા ત્યારે આજરોજ હાઈકતોર્ટમાં આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ મામલે મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે હિજાબ પહેરવું તે ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. આ સાથે કોર્ટે હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો છે.
આ મામલે હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહીં.” આ સાથે હાઈકોર્ટે મુસ્લિમ યુવતીઓની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, “હિજાબ પહેરવું એ ફરજિયાત ધાર્મિક પ્રથાનો કોઈ ભાગ નથી.”
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે 25 ફેબ્રુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. આ સાથે કોર્ટે પોતાનો નિર્ણય પણ સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણયને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરે આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.કર્ણાટક હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે સરકારના આદેશના ઉલ્લંઘન માટે કોઈ કેસ નોંધવો જોઈએ નહીં.
કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983 ની કલમ 133 લાગુ કરી હતી. આ અંતર્ગત તમામ શાળા અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરકારી શાળા-કોલેજોમાં માત્ર નિયત યુનિફોર્મ જ પહેરવાનો રહેશે. સાથે જ ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે.હવે યુનિફોર્મ પહેરવા માટે કોઈ પણ વિદ્યાર્થી મનાઈ ફરમાવી શકશે નહી.અને હિજાબ પહેરી શકશે નહી.