કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ બતાવતી ફિલ્મ ‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન – 100 કરોડની ક્લબમાં થઈ શકે છે સામેલ
- ઘ કાશ્મીર ફાઈલ્સની શાનદાર કમાણી
- બોક્સ ઓફીસ પર આ ફિલ્મની ઘમાલ
દિલ્હી- તાજેતરમાં ઘ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે છેલ્લા થોડા જ દિવસોમાં બોસ્ક ઓફીસ પર શાનદાર કલેક્શન કર્યું છે,વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની રાધે શ્યામ અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી જેવી મોટી રિલીઝ હોવા છત્તા આ ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યું છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે થિયેટરોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
જો ફિલ્મના છઠ્ઠા દિવસેની વાત કરીએ તો આ દિવસે સૌથી વધુ કમાણી કરી છે. 1 માર્ચે રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 1990માં કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિન્દુઓના નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી છે.આ ફિલ્મના વખાણ પીએમ મોદીએ પણ કર્યા છે આ સાથે જ વિતેલા દિવસે ગૃહમંત્રી શાહે પણ આ ફિલ્મની ટીમ સાથે ખાસ મનુલાકાત કરી હતી.
ત્યારે હવે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં હોય તેમ જોવા મળી રહ્યું છે, જો દર્શકો આ વીકેન્ડનો લાભ ફિલ્મને આપે છે તો આ ફિલ્ન સૂપર ડૂપર હીટ કલેક્સશન કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.