ગુજરાતમાં પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી નહીં કરાતા અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે
ગાંધીનગરઃ રાજ્યની સરકારી કોલેજોમાં ફરજ બજાવતા પાર્ટ ટાઈમ અધ્યાપકોને કાયમી કરવામાં આવતા ન હોવાથી અધ્યાપકોમાં વિરોધ ઊભો થયો છે. રાજ્ય સરકારે વર્ષ 2017માં સરકારી કોલેજોના અધ્યાપકોને કાયમી કરવાની જાહોરાત પણ કરી હતી પરંતુ પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકોને હજુ કાયમી કરવામાં આવ્યા નથી. આથી પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો શનિવારે કાળી પટ્ટી લગાવીને શિક્ષણ કાર્ય કરશે.
ગુજરાતમાં 2017ના વિધાનસભાના સત્રમાં કોલેજોમાં ફરજ બજાવતા તમામ પ્રાધ્યાપકોને તત્કાલિન મંત્રી નીતિન પટેલે કાયમી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ખંડ સમયના પ્રાધ્યાપકોને હજુ સુધી કાયમી કરવામાં આવ્યાં નથી.જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવામાં આવી છે.અખિલ ગુજરાત ખંડ સમય અધ્યપાક મંડળ દ્વારા નોન PHD અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તા. 30 માર્ચ 2017ના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાસભામાં જાહેર કરી હતી જે મુજબ તમામ પ્રાધ્યાપકોને કાયમી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી 145 પ્રાધ્યાપકોને જ કાયમી અધ્યાપક કરવામાં આવ્યા છે. જ્યારે નોન PHD તમામ પ્રાધ્યાપકો હજુ કાયમી કરવામાં આવ્યા નથી.જેને લઈને અધ્યાપક મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવામાં આવી છે.અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા નોન PHD અધ્યાપકોને કાયમી કરવામાં નહીં આવે તો શનિવારે અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને શિક્ષણ કાર્ય કરશે.
અધ્યાક મંડળનું કહેવું છે કે વિધાનસભામાં કરવામાં આવેલી જાહેરાતના અમલીકરણની ખાતરી કરવા માટે ગઠિત કરવામાં આવેલી સમિતિમાં પણ આ બાબત છેલ્લા પાંચ વર્ષથી સામેલ કરવામાં આવી નથી. આ બાબત માટે પણ વિધાનસભા અધ્યક્ષ અને ખાતરી સમિતિના અધ્યક્ષ વલ્લભ કાકડિયાને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ વર્ષ પછી પણ પાર્ટ ટાઈમ પ્રોફેસરોને કાયમી કરવામાં આવ્યાં નથી.