ગાંધીનગરઃ ગુજરાતમાં ઓદ્યોગિકરણને લીધે ખેતીની જમીન ઘટતી જાય છે. સાથે જ સીમાંત ખેડુતો પણ વધતા જાય છે. એટલે કે મોટા ખેડુતોની સંખ્યામાં સારોએવો ઘટાડો થયો છે. ઘણાબધા નાના ખેડુતો એવા છે કે, જેમની પાસે દોઢથી બે વિધા જ જમીન બચી છે. અને ખતીમાં પરિવારનું ભરણ પોષમ થતું ન હોવાથી ખેડુતો જમીનો વેચવા લાગ્યા છે. ગુજરાતમાં 11000થી વધુ ખેડુતોએ જમીન ગુમાવતા બીન ખેડુત બની ગયા છે. વિકાસના પ્રોજેક્ટને લીધે પણ ઘણા ખેડુતોએ જમીનો ગુમાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ખેડૂતોની જમીનમાં ઘટાડો થઇ રહ્યો છે અને શહેરીકરણને કારણે ખેડૂતોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું કે, એગ્રી સેન્સેસ 2010-11ની સરખામણીએ એગ્રી સેન્સેસ વર્ષ 2015-16માં તા. 31 ડિસેમ્બર,2021ની સ્થિતિએ 11,778 ખેડૂતો જમીન વગરના થઇ જતા ખેડૂત રહ્યા નથી. જયારે જમીનોના ટૂકડા થતા 4418 ખેડૂતો એવા છે કે, જે મોટા ખેડૂતો મટી ગયા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજયમાં સીમાંત ખેડૂતો 20,18,827 છે. જયારે નાના ખેડૂતો 16,15,788 છે. ઉપરાંત અર્ધ-મધ્યમ ખેડૂતો 11,49,954, મધ્યમ ખેડૂતો 49,58,69, અ્ને મોટા ખેડૂતો 39,888 છે. રાજયમાં શહેરીકરણ વધતા એક અંદાજ પ્રમાણે 80 ખેડૂતો સીમાંત અને નાના ખેડૂતો છે, જયારે બાકીના 20 ટકામાં અર્ધ-મધ્યમ,મધ્યમ અને મોટા ખેડૂતો છે. મોટા,મધ્યમ અને અર્ધ મધ્યમ જેવા ખેડૂતોની જમીનના ટૂકડા થતા કેટલાક કિસ્સામાં ખેડૂતોની સંખ્યા વધી છે, પણ મોટા ખેડૂતોની સંખ્યા વધી નથી. (file photo)