ઉત્તરપ્રદેશઃ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને ઘરે પરત ફરતા 3 યુવાનો ઉપર અન્ય ધર્મના લોકોએ કર્યો હુમલો
લખનૌઃ ઉત્તરપ્રદેશના ફાજીલનગર વિસ્તારમાં એક સિનેમામાં સુપ્રસિધ્ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને યુવાનો બહાર નીકળી રહ્યાં હતા ત્યારે એક ધર્મના લોકો હથિયાર લઈને ધસી આવ્યા હતા અને ફિલ્મ જોઈને બહાર નીકળી રહેલા યુવાનો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 યુવાનો ગંભીર રીતે ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. યુવાનો બહાર નીકળતા હતા ત્યારે સુત્રોચ્ચાર કર્યા હતા જે બાદ હુમલાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફાજિલનગર પંચાયત વિસ્તારમાં એક સિનેમાઘરમાં ફાઈલ ફિલ્મ ચાલી રહી હતી. રાતના અંતિમ શોમાં જોકવા બજાર વિસ્તારના કેટલાક યુવાનો ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ દરમિયાન દેશભક્તિના નારા લગાવ્યાં હતા. જેથી સમુદાય વિશેષ યુવકો નારાજ થયા હતા. ફિલ્મ જોઈને બહાર નીકળી રહ્યાં હતા ત્યારે બંને ગ્રુપના યુવાનો વચ્ચે ચકમચ ઝરી હતી. દરમિયાન સમુદાય વિશેષ યુવાનો તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાહુલ અશોક જયસ્વાલ, કૃષ્ણા જયસ્વાલ અને સચિન ગોંડને ગંભીર ઈજા થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યારે હુમલાખોરો અંધારામાં ફરાર થઈ ગયા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારી અખિલેશ કુમાર સિંહએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1990માં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ નામની ફિલ્મ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા થીયેટરમાં જઈ રહ્યાં છે.