લગભગ 2 વર્ષ પહેલા થયું હતું કોરોનાથી પહેલું મૃત્યુ,બે વર્ષમાં 47 હજાર લોકોના મોત: રિપોર્ટ
- દેશ પર થયેલી કોરોનાવાયરસની અસર
- ગુજરાતમાં 47000 લોકોના ગયા જીવ
- બે વર્ષ પહેલા થયું હતું પહેલું મૃ્ત્યુ
અમદાવાદ :ભારતમાં લોકોએ કોરોનાની લહેરને ખુબ ગંભીર રીતે જોઈ છે, લોકોને આટલી તકલીફ પહેલા ક્યારેય જોવા મળી ન હતી. આજથી અંદાજે બે વર્ષ પહેલા, એટલે કે 21 માર્ચ 2020માં કોરોનાથી ગુજરાતમાં પહેલું મૃત્યુ થયું હતુ અને કુલ 47000 હજાર જેટલા લોકોના ગુજરાતમાં મોત થયા છે.
કોરોનાના કારણે રાજ્યમાં સત્તાવાર મૃત્યુનો આંકડો 10933 છે પણ સવા લાખથી પણ વધારે મૃતકોના વારસદારોને કોરોના મૃત્યુ સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ થયા હોય તો તે છે અમદાવાદ કે જ્યાં 3619 જેટલા લોકોના મોત થયા છે. આ યાદીમાં સુરત 2080 મોત સાથે બીજા ક્રમ પર છે, વડોદરા અને રાજકોટ 921 અને 798 મોત સાથે ત્રીજા અને ચોથા નંબર પર છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. ત્યારે સતત 5 દિવસથી રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે. શનિવારે 43 દર્દી સાજા થયા અને કોરોનાથી રાજ્યમાં એકપણ મોત નોંધાયું નથી. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકા થયું છે. 18 માર્ચે 144 દિવસ બાદ 17થી ઓછા કેસ નોંધાયા હતા.