રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે: ઝેલેન્સ્કી
દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો ક્યારે અંત આવશે તે તો ભગવાન જાણે છે અને અથવા તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. રશિયા દ્વારા જે રીતે યુક્રેનને બરબાદ કરવામાં આવ્યું તે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે અને એન્ડ્રોલાકિસે રવિવારે એથેન્સ એરપોર્ટ પર કહ્યું હતુ કે, મેં ત્યાં જે જોયું, આશા રાખું છું કે કોઈએ તે જોવું ન પડે.
આ 25 દિવસમાં યુક્રેનનાં ઘણાં શહેરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. મારિયુપોલ શહેર, જે એક સમયે પ્રકાશ અને ઝગમગાટથી રોશન હતું, એ હવે સંપૂર્ણ રીતે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. મારિયોપોલથી પોતાના દેશ પરત ફરેલા ગ્રીક ડિપ્લોમેટ મેનોલિસ એન્ડ્રોલાકિસે આ શહેરના વિનાશની પોતાની નજરે જોયેલી સ્થિતિ અંગે હાલમાં મીડિયાને જણાવ્યું હતું.
યહૂદી મૂળના ઝેલેન્સ્કીએ ઇઝરાયેલને યુક્રેનિયન યહૂદીઓની સુરક્ષા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે તમારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શ્રેષ્ઠ છે અને તમે ચોક્કસપણે અમારા લોકોની મદદ કરશો. ઝેલેન્સ્કીની અપીલ બાદ ઈઝરાયલના વિદેશ મંત્રી યાઈર લેપિડે કહ્યું કે અમે યુક્રેનને બને તેટલી મદદ કરીશું.
યુક્રેનનો દાવો છે કે રશિયન હુમલામાં મારિયુપોલમાં 2,500થી વધુ નાગરિકો માર્યા ગયા છે. શહેરમાં અંદાજે 3.5 લાખ લોકો ફસાયેલા છે. તેઓ વીજળી, પાણી અને દવા જેવી આવશ્યક વસ્તુઓ વિના જીવવા માટે મજબૂર છે. ગેસ પણ ઉપલબ્ધ નથી, તેથી માઈનસ 5 ડિગ્રી તાપમાનમાં જીવ બચાવવો એ આ લોકો માટે સૌથી મોટો પડકાર છે.