- બચ્ચન પાંડેએ પહેલા વીકેંડ પર કરી કમાણી
- ત્રણ દિવસમાં 37.25 કરોડની કરી કમાણી
- હોળી-ધૂળેટી પર રિલીઝ થઇ હતી આ ફિલ્મ
મુંબઈ:અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ બચ્ચન પાંડે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી.ફિલ્મનું કલેક્શન સારું ચાલી રહ્યું છે.જોકે પહેલા દિવસના હિસાબે ફિલ્મની બાકીના 2 દિવસની કમાણી ઓછી છે.ફિલ્મે શુક્રવારે 13.25 કરોડ, શનિવારે 12 અને રવિવારે પણ 12 કરોડની કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ જાણકારી આપી છે.તરણે ટ્વિટ કર્યું કે, બચ્ચન પાંડેએ વીકેંડ પર ઓછી કમાણી કરી છે. કદાચ કાશ્મીર ફાઈલ્સને કારણે.ત્રીજા દિવસે પણ ફિલ્મની કમાણીમાં કોઈ વધારો થયો નથી.પહેલા દિવસે 14.25 કરોડ, બીજા દિવસે 12 અને ત્રીજા દિવસે 12 કરોડની કમાણી કર્યા બાદ આ ફિલ્મે 3 દિવસમાં 37.25 કરોડની કમાણી કરી લીધી છે.
લાગે છે કે, ધ કાશ્મીર ફાઇલ્સને કારણે અક્ષયની ફિલ્મને કોઈ ફાયદો થયો નથી.વાસ્તવમાં, જ્યારે બચ્ચન પાંડે રિલીઝ થઈ હતી,ધ કાશ્મીર ફાઇલ્સ તે સમયે દર્શકોના દિલ અને બોક્સ ઓફિસ પર રાજ કરી રહી હતી.અક્ષયની ફિલ્મ રિલીઝ થઈ હતી, પરંતુ તેની ફિલ્મ કરતાં ધ કાશ્મીર ફાઈલ્સને વધુ પસંદ કરવામાં આવી રહી છે.
આ ફિલ્મમાં અક્ષયે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી અને કૃતિએ પત્રકારની ભૂમિકા ભજવી હતી.જયારે જેકલીને અક્ષયની લવ ઇન્ટ્રેસનો. હાલમાં જ અક્ષયે ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવાના અનુભવ વિશે વાત કરી હતી.
અક્ષય પાસે અત્યારે ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે,જેમાં રક્ષાબંધન, રામ સેતુ, ઓહ માય ગોડ 2, પૃથ્વીરાજ, સેલ્ફી અને ગોરખા જેવી ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.