1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને મકાનો મળતા નથી ને પૂર્વ મંત્રીઓને બંગલાની લહાણી,
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને મકાનો મળતા નથી ને પૂર્વ મંત્રીઓને બંગલાની લહાણી,

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને મકાનો મળતા નથી ને પૂર્વ મંત્રીઓને બંગલાની લહાણી,

0
Social Share

ગાંધીનગરઃ  પાટનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. એકતરફ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય ક્વાર્ટર મળતું હોવા છતાં તેમની માંગણી મુજબ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ 4716 કર્મચારીઓ અને અધિકારીઓ સરકારી ક્વાર્ટર માટે લાંબા સમયથી વેઇટીંગમાં છે. હજુ પણ બે ત્રણ વર્ષ સુધી તમામ કર્મચારીઓને ક્વાર્ટર મળે તેવી શક્યતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ મંત્રીઓને ક-ટાઇપના પાંચ બંગલા ફાળવવામાં આવ્યા છે. મંત્રી નિવાસ સંકુલની બહાર ગાંધીનગરમાં આ સૌથી મોટા બંગલા છે. બીજી તરફ પાત્રતા ધરાવતા હોવા છતાં 19 અધિકારીઓ ક- ટાઇપના બંગલા માટે વેઇટીંગમાં છે. અન્ય પૂર્વ મંત્રીઓને ખ-ટાઇપના બંગલા અપાયા છે. ખ- ટાઇપ માટે 13 અધિકારીઓ વેઇટીંગમાં છે.

ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરેલી માહિતી મુજબ નિવૃત્તિ બાદ પણ 412 કર્મચારીઓએ સરકારી ક્વાર્ટર ખાલી કર્યા નથી. નિવૃત્તિ બાદ સરકારી આવાસ વધુ સમય ચાલું રાખવા માટે સરકારને બે વર્ષમાં 906 અરજીઓ મળી છે તે પૈકી 745 અરજીઓ મંજૂર રાખવામાં આવી છે. બીજીતરફ ગેરકાયદે આવાસ ધરાવનાર કર્મચારીઓ પાસેથી 36.67 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે. એક તરફ મંત્રીઓ અને ધારાસભ્યો માટે નવા આવાસ બાંધવા માટેનું ફંડ વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ક્વાર્ટર મળે તેની રાહ જોઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code