ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 75થી બેઠકો ઉપર વિજય મેળવશેઃ કેશવ પ્રસાદ મૌર્ય
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરનારા યોગી આદિત્યનાથની કેબિનેટના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. કેશવ પ્રસાદ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિધાનસભાની ચૂંટણીમાં હારવા છતા પણ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 75થી વધારે બેઠકો ઉપર જીતવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યોગી આદિત્યનાથી પ્રથમ સરકારમાં કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી હતી. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં સિરાથુ બેઠક ઉપર કેશવ પ્રસાદ મૌર્યનો પરાજય થયો હતો. તેમ છતા પણ તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે યોગી સરકાર-0.2માં પસંદગી કરાઈ હતી. મૌર્યએ ગઈકાલે જ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ મૌર્યનું પ્રથમ પ્રતિક્રિયા સામે આવે છે. તેમણે પીએમ અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે, ભાજપે આપેલુ ચુંટણી વચન પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણી લઈને દાવો કર્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 75થી વધારે બેઠકો ઉપરતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીનો 260થી વધારે બેઠકો ઉપર વિજય થયો હતો. તેમજ ગઈકાલે જ સીએમ યોગીનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરીને યોગીએ ઉત્તરપ્રદેશમાં સળંગ બીજીવાર મુખ્યમંત્રી બનવાનો રેકોર્ટ બનાવ્યો છે.