કોરોના બાદ હવે જૂનની 30 તારિખથી અમરનાથ યાત્રાનો થશે આરંભ- 2જી એપ્રિલથી નોંધણી શરુ
- અમરનાથ યાત્રાનો જૂનથી થશે આરંભ
- 2જી એપ્રિલથી નોંધણી કરાવી શકાશે
શ્રીનગરઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક ઘાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા, જેમાં શ્રદ્ધાળુંઓની અનોખી શ્રદ્ધા માટે જાણીતું ખાસ ઘાર્મિક સ્થળ અમરનાથની યાત્રા પણ બંધ રાખવામાં આવી હતી જો કે હવે કોરોના હળવો થતા જ અમરનાથ યાત્રા શરુ કરવાની કવાયાત હાથ ઘરવામાં આવી રહી છે.
કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ પરંપરા મુજબ અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે સમાપ્ત કરવામાં આવશે
અમરનાથ યાત્રા આ વર્ષે કુલ 43 દિવસ સુધી ચાલુ રખાશે. યાત્રા દરમિયાન કોરોના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.આ સમગ્ર મામલે વિતેલા દિવસને રવિવારે શ્રીઅમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બેઠકની અધ્યક્ષતા કરી ત્યાર બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વર્ષ દરમિયાન અમરનાથ યાત્રામાં જનારા લોકો 2 જીએપ્રિલથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. જો કે એક દિવસમાં માત્ર 20 હજાર લોકોના જ રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. આ માહિતી મળતાની સાથે જ અમરનાથ જવા માંગતા યાત્રાળુંઓમાં ખુશીની લહેર છવાઈ હતી, ઉલ્લેખનીય છે કે કોરોના પહેલા દેશભરમાંથી અહી યાત્રાળુંઓ આવતા હતા.