બિહારઃ દેશી બોમ્બને બાળકોએ બોલ સમજીને ઉઠાવ્યો અને અચાનક બ્લાસ્ટ થયો હતો, 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ બિહારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. ઘર પાસે એક થેલીમાં બોમ્બ રાખવામાં આવ્યાં હતા. અહીં રમતા બાળકો બોલ સમજીને તેને ઉઠાવ્યો હતો અને રમવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. બાળકો સહિત સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના લખીસરાય જિલ્લાના એક ઘરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં સાત વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવ પિપરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વલીપુર ગામમાં બન્યો હતો. બોમ્બ વિસ્ફોટમાં ઘવાયેલા સાતેય વ્યક્તિઓને સારવારહ અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વલીપુર ગામમાં શંકર રજકના નિર્માણધીનના ઘર પાસે પોલીથીનમાં છુપાવેલા 3 દેશી બોમ્બ રાખવામાં આવ્યાં હતા. અહીં રમતા બાળકોની નજક બોમ્બ ઉપર પડી હતી અને બાળકો તેને ઉઠાવીને રમવાનો પ્રયાસ કરતા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. જેથી અહીં ઉપસ્થિત બાળકો સહિત સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. વિસ્ફોટમાં મંજૂ દેવી, અનિતા કુમારી, સુદરી દેવી, સોનુ કુમાર, બબલી કુમારી, દિલખુશ કુમાર અને મની દેવીને ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, છ બાળકોની હાલત સુધારા ઉપર છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
વલીપુર પંચાયતના ચંદનસિંહએ જણાવ્યું હતું કે, વિસ્ફોટને પગલે પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. શંકર રજક પટણામાં રાજમિસ્ત્રી કામ કરે છે. જ્યારે લૂટન રજક, મહેન્દ્ર રજક ચેન્નાઈમાં મજુરી કરી છે. 9મી એપ્રિલના રોજ તેમના ઘરે લગ્ન હતા ત્યારે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.