- સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો
- શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો
- કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો
અમદાવાદ:જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે.હાલમાં શાકભાજીમાં વધેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યાં છે.ત્યાં હવે કઠોરના ભાવમાં પણ એકાએકનો વધારો કરવામાં આવ્યો છે.કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે.
તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયાના ભાવ વધ્યા છે. હાલ કિલો તુવેરની દાળ 110 રૂપિયે અને અડદની દાળ 86 રૂપિયે કિલો કાલુપુર બજારમાં મળી રહી છે.કઠોળના ભાવ વધારાના પગલે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે.
કિલો મગના હાલ 90 રૂપિયા છે જે પહેલા 85 રુપિયા હતા.જો ચોળાની વાત કરીએ તો હાલ 80 રૂપિયે કિલો ચોળા બજારમાં મળે છે. જે પહેલા 75 રૂપિયે મળતા હતા.મસુરના કિલોના 80 રૂપિયા જે પહેલા 76 રૂપિયામાં મળતા હતા.કાબુલી ચણામાં કિલોએ 6 રૂપિયાનો વધારો થયો છે.જે બજારમાં પહેલા 90 રુપિયામાં મળતા હતા.કાળા અડદના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો ઝીંકાયો છે.જે પહેલા 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.
હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ઘઉં ચોખાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે..પરંતુ ઘઉંની એક ગુણી શરબતી ટુકડી જે પહેલા 2400-2600 માં મળતી હતી તેનો ભાવ હવે 3000 રૂ.થઈ ગયો છે.ચોખા જીરાસરનો ભાવ જે પહેલા 2800-3000 સુધી રહેતો તે વધીને હવે 3400-3500 થઈ ગયો છે.
આમ,દિવસે ને દિવસે મોંઘવારી વધતા સામાન્ય જનતાના બજેટ પર ફટકો પડ્યો છે. પહેલા શાકભાજીના ભાવ વધ્યા ત્યારબાદ હવે કઠોળના ભાવ વધ્યા,ત્યારે લોકોને પ્રશ્ન થાય છે કે,હવે શું ખાવું અને આમાં શું બનાવું ?