ચીનમાં કોરોનાના ભય વચ્ચે શાંઘાઈમાં સખ્ત લોકડાઉન – માત્ર કોરોના ટેસ્ટિંગ માટે જ ઘરની બહાર નીકળવાની છૂટ
- ચીનના શાંઘાઈમાં સખ્ત લોકડાઉન
- માત્ર કોરોનાના ટેસ્ટિંગ માટે જ બહાર નિકળવાની છૂટ
દિલ્હીઃ- ફરી વખત ફરી વિશ્વના ઘણા દેશોમાં કોરોના ડરાવી રહ્યો છે, જેમાં ખાસ કરીને ચીનમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે બીજી તરફ ફ્રાંસમાં પણ કોરોના વકરી રહ્યો છે, જો કે ચીનમાં સ્થિતિ એવી સર્જાય રહી છે કે ચીનના પ્રાંત શઆંઘાઈમાં સખ્ત પણ લોકડાઉન અમલ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાનો કહેર વધતાની સાથે જ શાંઘાઈ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને તેમના ઘરની અંદરજ રહેવાની સુચના અપાઈ છે. રહેવાસીઓને પણ તેમના રહેણાંક પરિસરના હોલવે, ગેરેજ અથવા ખુલ્લા વિસ્તારોમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ સાથે જ અહીંના લોકોને તેમના કૂતરાઓને ફરવા માટે પણ ઘરની બહાર ન આવવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક દૈનિક કોવિડ-19 સંક્રમણના કેસોમાં વધારાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. મંગળવારે અહીં રેકોર્ડ 4 હડજાર 477 નવા કોરોના કેસ નોંધાયા છે.
શાંઘાઈ મ્યુનિસિપલ હેલ્થ કમિશનના અધિકારીએ મંગળવારે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, રહેવાસીઓએ તેમના રહેણાંક પરિસરના હોલવે, ગેરેજ અથવા ખુલ્લા વિસ્તારોમાં ન આવવું જોઈએ. લોકોને માત્ર ટેસ્ટિંગ માટે જ ઘરની બહાર નીકળવાની છૂટ છે.
આ પહેલા રહેવાસીઓ તેમના ઘરની લોબીમાં જઈ શકતા હતા અને તેમના પરિસરના ખુલ્લા વિસ્તારોમાં ફરી શકતા હતા. પરંતુ હવે લોકડાઉનના નિયમો કડક કરવામાં આવ્યા છે. જો કે, ચીનના નાણાકીય બજારો અને શાંઘાઈ બંદર, જે વિશ્વનું સૌથી મોટું બંદર છે, સામાન્ય રીતે કામ કરી રહ્યું છે.