જમ્મુ-કાશ્મીરઃ મહિલા આતંકવાદી સંગઠન થયું સક્રિય, સુરક્ષા એજન્સીઓ એક્ટિવ બન્યું
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન હવે અહીં મહિલા આતંકવાદી સંગઠન પણ સક્રિય થયું છે. સોપોરમાં સીઆરપીએફના બંકર પાસે મહિલા આતંકવાદીએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યાંની ઘટના પ્રકાશમાં આવી છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય થઈ છે અને મહિલા આતંકવાદીઓને પણ ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દુખ્તરાન-એ-મિલ્લત એક મહિલા આતંકવાદી સંગઠન છે અને જે કાશ્મીરમાં ઈસ્લામી કાનૂન સ્થાપિક કરવાની અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના જિહાદની તરફેણ કરે છે. જેની સ્થાપના 1987માં થઈ હતી અને તેની લીડર આસિયા અંદ્રાબી છે, આસિયા અને તેની સાગરિત ફહમીદા સોફિસોપોર હાલ તિહાડ જેલમાં બંધ છે. તેની સામે એનઆઈએએ દેશ વિરોધી પ્રવૃતિ બદલ ગુનો નોંધ્યો હતો. આસિયા દર વર્ષે પાકિસ્તાનના આઝાદી દિવસે શ્રીનગરમાં પાકિસ્તાની ઝંડો ફરકાવે છે અને સુરક્ષાદળોની સામે પ્રદર્શન કરવા માટે મુસ્લિમ મહિલાઓને ઉશ્કેરણી કરે છે.