દિલ્હીવાસીઓ સખ્ત ‘લૂ’ માં તપશે – આગામી 4 થી 5 દિવસ ભારે ગરમી પડવાનું અનુમાન
- દિલ્હીમાં ગરમીનો પારો વધશે
- સખ્ત લૂ સાથે તાપમાનમાં નોઁધાશે વધારો
દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી આ મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાય રહ્યો છે અને તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે ફરી આગામી 4 થી 5 દિવસ ભારે ગરમી પડવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે બુધવારે દિલ્હીના કેટલાક ભાગોમાં ‘ગંભીર હીટ વેવ’ સાથે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી સૂકા હવામાનને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમી વધી રહી છે. “આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન, ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગરમીના મોજાની સ્થિતિની અપેક્ષા છે.”
આઈએમડીના અનુસાર જ્યારે મેદાની વસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય ત્યારે ગરમ પવનોને ‘લૂ’ તરીકે જાહેર કરવામાં આવે છે. જ્યારે તાપમાન સામાન્ય કરતા 6.4 ડિગ્રી વધારે હોય ત્યારે ‘ગંભીર હીટવેવ’ જાહેર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારે દિલ્હીના કેટલાક ભાગોમાં ‘ગંભીર હીટ વેવ’ની સ્થિતિ રહી હતી કારણ કે દિલ્હીના આઠ હવામાન મથકોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું જ્યારે નરેલા, પિતામપુરા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સેન્ટરમાં 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિને જોતા આ પછી 3 થી 5 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર હીટવેવ નોંધાઈ શકે છે જેના કારણે દિલ્હીવાસીઓ એ લૂમાં તપવાનો વારો આવશે