ઉત્તરભારતમાં ગરનીનો આકરો પ્રકોપ – દિલ્હીમાં તૂટ્યો 71 વર્ષોનો રેકોર્ડ, આગામી દિવસોમાં પણ વર્તાશે ‘લૂ’ નો કહેર
- ઉત્તરભારતમાં ગરમીનો પ્રકોપ
- દિલ્હીમાં 71 વર્ષનો ગરમીે રેકોર્ડ તોડ્યો
દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતની જો વાત કરવામાં આવે તો ગરમીનો પ્રકોપ શરુ થઈ ચૂક્યો છે.એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશમાં ગરમી વધતી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે સતત બદલાતી હવામાનની પેટર્નને કારણે હાલમાં સમગ્ર ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો ગરમીની લપેટમાં છે. વિતેલા દિવસને બુધવાર વર્ષ 1951 પછીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. દિવસભર ગરમ પવનો સાથે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધુ રહ્યું હતું.
દિલ્હીમાં વધશે ગરમીનો પ્રકોપ
દેશની રાજધાની દિલ્હીમાં આજે અને આવતીકાલે પારો 40 ડિગ્રી સુધી તાપમાન ઉપર જવાની શક્યતાઓ દર્શાવાઈ છે, જ્યારે મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી ગરમી અને લૂની શક્યતા છે. દિલ્હીમાં 1લી અથવા 2જી એપ્રિલે ગરરમીમાંથી સામાન્. રાહત મળી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજધાનીમાં આગામી 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તશે. મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. નવા મહિનાના પ્રથમ દિવસે તેજ ગતિના પવનોને કારણે ગરમીના મોજામાંથી થોડી રાહત મળી શકે છે. પરંતુ, ત્રીજા દિવસે ફરી ગરમીનો પ્રકોપ વધશે અને હીટ વેવ નોંધાશે.
મહારાષ્ટ્રના આ જીલ્લાઓમાં ગરમી રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અહેમદનગર, સોલાપુર, જલગાંવ. આ સિવાય મરાઠવાડાના ઔરંગાબાદ, હિંગોલી, પરભણી અને જાલનામાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે.
હિમાચલ પ્રદેશમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માર્ચ મહિનામાં પહેલીવાર ગરમીનો પારો 20 ડિગ્રીને પાર થયો છે. જો આ ક્રમ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ગ્લેશિયર પીગળવાની ઝડપ પણ સામાન્ય કરતા અનેકગણી વધી જશે.