અહીં વાંચો ટામેટાના બીજનું સેવન કરવાથી થતી હાનિકારક અસરો વિશે
- ટામેટા ખાવાના ઘણા બધા ફાયદા
- પરંતુ ટામેટાના બીજ ખાવાથી થઇ શકે છે આ ગંભીર સમસ્યા
- જાણો બીજા નુકશાન વિશે
ભારતીય રસોઈ ટામેટા વગર અધુરી માનવામાં આવે છે.શાકભાજીમાં તેની ભૂમિકા મહત્વનીછે.તેવું એટલા માટે કેમકે ટામેટા ફક્ત સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.ટામેટામાં રહેલ ગુણના કારણે તેની ગણતરી સુપર ફૂડ તરીકે કરી શકાય છે. ટામેટા એવી વસ્તુ છે જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. પરંતુ, તેના બીજ સાથે ટામેટાંનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.જી હા, ટામેટા એક સ્વાસ્થ્યવર્ધક શાક છે, પરંતુ ટામેટાના બીજનું વધુ સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
ટમેટાના બીજનું સેવન કરવાથી ડાયવર્ટિક્યુલાટીસ નામની સ્થિતિનું જોખમ વધી શકે છે. એવામાં આંતરડામાં બળતરાની સમસ્યા હોઈ શકે છે.તેથી જ ડાઇવર્ટિક્યુલાટીસથી પીડિત લોકોને સલાહ આપવામાં આવે છે કે ટામેટાંના બીજ કાઢી લીધા પછી જ તેનું સેવન કરો. જો કે, આ માટે પૂરતા તથ્યો ઉપલબ્ધ નથી અને આ વિષય પર સતત સંશોધન કરવામાં આવી રહ્યા છે.
ટામેટાના બીજનો એક ગેરફાયદો કિડનીમાં પથરીની સમસ્યાને પણ માનવામાં આવે છે. ટામેટાં વધુ ખાવાથી કિડની સ્ટોનની ગંભીર સમસ્યા થઈ શકે છે. એવું કહેવાય છે કે ટામેટાંના બીજ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે અને જેઓ પહેલાથી પીડાતા હોય તેમની સમસ્યાઓમાં વધારો કરે છે. વાસ્તવમાં, ટામેટાંના બીજમાં હાજર ઓક્સાલેટ નામનું તત્વ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આને કારણે, કિડનીમાં કેલ્શિયમ મોટી માત્રામાં એકઠું થઈ શકે છે, જે ધીમે ધીમે પથરીમાં ફેરવાઈ શકે છે.