1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા

0
Social Share
  • 21 એપ્રિલથી શરૂ થશે છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા
  • 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની લેવાશે પરિક્ષા
  • બીજા, ચોથા, છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા

રાજકોટ:હાલમાં ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ ચાલી રહી છે. સાથે જ યુનિવર્સિટીની પણ પરિક્ષા ચાલી રહી છે,ત્યારે સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 એપ્રિલથી છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા શરૂ થઇ રહી છે. 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપવાના છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી-જુદી કોલેજોમાં પરીક્ષા વ્યવસ્થાને લઈને આચાર્યોને પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાનું ટાઈમટેબલ અને હોલટિકિટ ડાઉનલોડ કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એપ્રિલથી જુદી-જુદી ફેકલ્ટીના કોર્સની બીજા ચોથા, છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે.

આ પરિક્ષા 30 એપ્રિલ સુધી ચાલશે. આર્ટસ ફેકલ્ટીમાં બીએ સેમ-4 રેગ્યુલર-એક્સ્ટર્નલ, બીએસડબલ્યુ સેમ-4, એમજેએમસી અને પીજીડીએમસીની સેમેસ્ટર-2ની પરીક્ષા, એમએ (અંગ્રેજી) સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાશે.બિઝનેસ મેનેજમેન્ટમાં બીબીએ, બીએચટીએમ, અને બીબીએ સેમેસ્ટર-4 સહિતની પરીક્ષા લેવાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code