મલાઈકા અરોરાનો કાર અકસ્માત,એપોલો હોસ્પિટલમાં દાખલ
- મલાઈકા અરોરાનો કાર અકસ્માત
- ઘટના ખોપોલી એક્સપ્રેસ વેની
- અભિનેત્રી એપોલો હોસ્પિટલમાં દાખલ
- મલાઈકાને આવ્યા ટાંકા
મુંબઈ:બોલિવૂડ દિવા મલાઈકા અરોરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે,અભિનેત્રીનો ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે.ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઈ છે, જેમાંથી એક મલાઈકા અરોરાની હતી.અભિનેત્રી તે સમયે કારમાં હાજર હતી. અહેવાલો અનુસાર, મલાઈકા અરોરાને સામાન્ય ઈજા થઈ છે. ખોપોલી પોલીસ સ્ટેશન અનુસાર, અભિનેત્રીને અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ કર્યા બાદ તે એફઆઈઆર નોંધશે.
મલાઈકા અરોરાના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે,મલાઈકા અરોરાને ટાંકા આવ્યા છે અને હવે તે ઠીક છે.જોકે, આ અકસ્માતને કારણે મલાઈકા અરોરા થોડી આઘાતમાં સરી ગઈ છે. અકસ્માત થયો ત્યારે મલાઈકા અરોરા તેના રેન્જ રોવર વાહનમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. વાસ્તવમાં, તે એક ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા માટે મુસાફરી કરી રહી હતી.મલાઈકા અરોરાના અકસ્માતના સમાચાર સાંભળીને ફેન્સ થોડા પરેશાન છે.
અપોલો હોસ્પિટલના જણાવ્યા અનુસાર અભિનેત્રીને માથામાં સામાન્ય ઈજા થઈ હતી.મલાઈકાનું સીટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેનો રિપોર્ટ એકદમ ઠીક આવ્યો છે. જોકે, મલાઈકાને રાતભર હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી અને રવિવારે સવારે રજા આપવામાં આવશે.