કિચન ટિપ્સઃ- સવારના નાસ્તમાં નથી ભાવતા સાદા પરાઠા, તો જોઈલો બેઝિક સામગ્રીથી બનતા આ મસાલેદાર પરાઠાની રેસિપી
- ઘરના બેઝિક સમાલાથી બનાવો પરાઠા
- તીખા અને લસણીયા પરાઠા સ્વાદિષ્ટ બને છે
આપણા દરેકના ઘરમાં સવારે ચા સાથે નાસ્તામાં કંીકને કંઈક બનાવામાં આવે છે, સામાન્ય રીતે સાદા પરાઠા વધુ બને છે, જો કે દરરોજ આ સાદા પરાઠા ખાઈને હવે કંટાળો આવે છે તો હવે આ પારાઠાની રેપિસી પણ જોઈલો જે બેઝિક સામગ્રીમાંથી જ બને છે.
સામગ્રી
- ઘંઉનો લોટ – 500 ગ્રામ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હળદર
- 1 ચમચી – અજમો
- 2 ચમચી – વાટેલું લસણ
- 4 ચમચી – લીલા ઘણા જીણા સમારેલા
- 1 ચમચી લાલ ચરચાનો પાવડર
- 1 ચમચી – ઘાણાજીરું પાવડર
- અડધી ચમચી – ગરમ મસાલો( કોઈ પણ લઈ શકો છો)
- 1 ચમચી – લીબુંનો રસ
- 2 ચમચી – દળેલી ખાંડ
- 2 ચમચી – તેલ મોળ માટે
પરાઠા બનાવાની રીતઃ- સૌ પ્રથમ ઘંઉના લોટમાં 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરીલો, ત્યાર બાદ તેમાં હરદળ, મીઠું, લાલ મરચાનો પાવડર, ઘાણાજીરું,અજમો, લીલા ધાણા, ગરમ મસાલો, લીંબુનો રસ ,લસણ અને ખાંડ નાખીને બરાબર મિક્ કરો, ત્યાર બાદ રોટલીના લોટની જેમ તેની કણક તૈયાર કરીલો.
હવે આ કરણમાંથી નાના નાના લૂઆ 15 જેટલા તૈયાર કરીલો.હવે આ લૂઆમાંથી નાની નાની ચાર પળ વાળા પરાઠા વણીલો
હવે ગેસ પર તલી રાખીને ઘીમા તાપે બન્ને બાજૂથી રોટલીને બરાબર બ્રાઉન થાય તે રીતે તળીલો
તૈયાર છે તમારા મસાલેદાર બેઝિક સાગ્રીમાંથી બનતા આ પરાઠા, ચા સાથે. તથા બટાકાના શાક સાથે પમ ખાય શકો છો. તો આજે જ તમારા કિટનમાં આ મસાલેગદાર પરાઠા બનાવીને ટ્રાય કરો