દિલ્હીનો લાલ કિલ્લો બનશે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર – ટૂંક સમયમાં વિઝિટર સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઈટ શો સહીત અને સુવિધા કરાશે ઉપલબ્ધ
- લાલ કિલ્લા પર એનેક સુવિધા જોવા મળશે
- વિઝિટર સેન્ટર સહીત સાઉન્ટ અને લાઈટની ફેસેલિટી શરુ કરાશે
- મે-થી જૂન મહિનામાં પ્રવાસીઓને મળી શકે છે આ ભેટ
દિલ્હીઃ- દેશભરમાં ફરવા લાયક સ્થળોમાં દિલ્હી બેસ્ટ ઓપ્શન છે, અહી લાલ કિલ્લાની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હવે લાલ કિલ્લાને અનેક સુવિધાથી સજ્જ કરવામાં આવી રહ્યો છે જે અતંર્ગત લાલ કિલ્લાની મુલાકાત લેતા પ્રવાસીઓને ટૂંક સમયમાં વિઝિટર સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઇટ શોની ભેટ મળશે.
આ સુવિધા પ્રવાસીઓ માટે મે અથવા જૂન મહિનામાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિઝિટર સેન્ટરમાં પ્રવાસીઓ લાલ કિલ્લાના ઈતિહાસ, બાંધકામની ખાસ શૈલી અને સંસ્કૃતિને જોઈ શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દાલમિયા ભારત લિમિટેડની પહેલ પર આ સુવિધા લાલ કિલ્લામાં તેયાર કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે આગામી દિવસોમાં લાલ કિલ્લા સંકુલમાં સ્થિત જૂની બેરેકને મુલાકાતી કેન્દ્રમાં બદલીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ લાલ કિલ્લાની કહાની જાણી શકશે. જેમાં શાહજહાનાબાદ અને લાલ કિલ્લાના નિર્માણ પહેલા પ્રવાસીઓને દિલ્હી વિશે જણાવવામાં આવશે, જેના માટે ડિજિટલ ટેક્નોલોજીની મદદ લેવામાં આવી હતી. તેનું સંપૂર્ણ વર્ણન બેરેકના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર જોવા મળશે. પ્રવાસીઓને 2D, 3D ટેકનોલોજી, પ્રોજેક્ટરની મદદથી માહિતી આપવામાં આવશે, જેમાં સાઉન્ડ અને લાઇટિંગનું વિશેષ મહત્વ રહેશે.
આ સાથે જ સાઉન્ડ અને લાઇટ શોની પ્રકૃતિ પણ બદલાશે. લગભગ 600 દર્શકો એક સાથે બેસીને શો જોઈ શકે તેવી સુવિધા વિકસાવામાં આવી રહી છે. આ પહેલા આ કાર્ય કોરોનાને કારણે પુરુ થી શક્યું ન હતું. આ સહીત લાલ કિલ્લાના નિર્માણથી લઈને મુઘલ કાળમાં સંસ્કૃત અને હિન્દીમાં કવિતાના પઠન સુધી શેર શાયરીની રજૂઆત વિશે દર્શકોને જાણવાનો મોકો મળશે.