1. Home
  2. ગુજરાતી
  3. શું તમારું બાળક મોબાઈલ નથી છોડી રહ્યું ? તો જોઈલો તેને મોબાઈલથી આઝાદ કરવાના આ સરળ ઉપાયો
શું તમારું બાળક મોબાઈલ નથી છોડી રહ્યું ? તો જોઈલો તેને મોબાઈલથી આઝાદ કરવાના આ સરળ ઉપાયો

શું તમારું બાળક મોબાઈલ નથી છોડી રહ્યું ? તો જોઈલો તેને મોબાઈલથી આઝાદ કરવાના આ સરળ ઉપાયો

0
Social Share
  • બાળકો માટે મોબાઈલ હાનિકારક
  • બાળકોનો મોબાઈલમાં વઘતો જતો રસ
  • મોબાઈલ છોડાવા માટે આઉટડોર ગેમ રમાડો
  • બાળકને સવાર સાંજ ઘરની બહાર ફરવા લઈ જાઓ

આજકાલના બાળકો વધુ પડતો સમય મોબાઈલમાં ગેસ રમવામાં કાઢી રહ્યા છે.દરેક માતા પિતા પિતાની ફરીયાદ છે કે પોતાનાું બાળક જમવા પમ બેસે છે તો ફોન લઈને બેસે છે, દરેક બાળક જાણે મોબાઈલનું આદી બની ગયું છે, જો કે આ ચિંતામાંથી તમે મૂક્ત થી શકો છો, એટલે કે તમે તમારા બાળકને મોબાઈલમાંથી મૂક્તિ ાપાવીશકો છો બસ ેના માટે તમારે કેચલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે.

જાણો મોબાઈલમાંથી બાળકને આઝાદ કરવું હોય તો શું શું કરવું જોઈએ

બાળકોને આઉટડોગ ગેમ રમાડો – છેલ્લા લગભગ બે વર્ષમાં કોરોનાના કારણે બાળકો ઘરોમાં કેદ થયા છે. સ્વાભાવિક છે કે તેમનામાં મેદાની રમતો રમવાની ટેવ ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં તેમને ઘરની બહાર જઈને ફરીથી મેદાનમાં રમવા માટે પ્રેરિત કરવા જરૂરી છે. જો શક્ય હોય તો, તેમની સાથે કેટલીક આઉટડોર રમતોમાં જાતે વ્યસ્ત રહો. અને તેઓને નવી નવી રમતો રમાડતા રહો જેથી મોબાઈલ તરફ બાળક વધુ આકર્ષે નહી

પર્યાવરણ સાથે સંપર્ક કરાવો –બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરો. તેમને જંગલ, પ્રાણીઓ અને પાણીના મહત્વ વિશે જાગૃત કરો. તેમને એવી જગ્યાઓ પર લઈ જાઓ જ્યાં તેઓ કુદરતી સૌંદર્ય જોઈ શકે અને અનુભવી શકે. આ માટે કોઈપણ મોંઘા હિલ સ્ટેશન કે ટુરિસ્ટ સ્પોટ પર જવું જરૂરી નથી. બાળકોને ઘરની નજીકના પાર્ક અથવા તળાવમાં પણ લઈ જઈ શકાય છે.

ઘરકામમાં  બાળકની મદદ લો – માતા-પિતા જ્યારે ઘરના કામ કરી રહ્.ા હો. ત્યારે તેને મોબાઈલ આપવાને બદલે તેઓને સામાન્ય કામ સોંપો, જેમ કે આ વ્સતુ લઈ આવ, કે મારી સાથે આ કામ કર જેથી બાળકો તમારા સાથએ રહી શકે અને ઘરના કામમાં મન લાગે જેથી મોબાઈલ લેવાનું ટાળે

સ્ટોરી બૂક કે અન્વાંય પુસ્તક વાંચવા પ્રેરિત કરો – ઈન્ટરનેટના આ યુગમાં લોકોનું પુસ્તકોથી અંતર વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે આપણે પોતે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડીએ અને બાળકોને પણ તે માટે પ્રેરિત કરીએ. બાળકોને તેમની રુચિ અનુસાર સારા અને રસપ્રદ પુસ્તકો આપો. તેમની સાથે પુસ્તકો વિશે પણ ચર્ચા કરો. આનાથી તેમને પુસ્તકોમાં રસ પડશે.

મોબઈલમાં પાસવર્ડ રાખો – જો બાળકોને મોબાઈલવથી બચાવા હોય તો તમારો પાસવર્ડ ક્યારેય બાળકો સાથે શરે ન કરો, બાળકોને ફોન આપવો હોય તો દિવસની ્મૂક મિનિટ નક્કી કરી લેવી એથી વધુ સમય ફોન ાપવો જ ન જોઈએ

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code