ચૈત્ર નવરાત્રીના કારણે આજથી દિલ્હીમાં નોનવેજની દુકાનો રહેશે બંધ – દક્ષિણ કોર્પશેરશને ગાઈડલાઈન જારી કરી
- દિલ્હીમાં નોનવેજની દુકાનો આજથી બંધ
- ચૈત્ર નવરાત્રીના કારણે વેલાયો નિર્ણય
દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં નોવેજની લારીઓથી વઈને નોવેજ વેચતી દુકાનો બંધ કરવામાં આવી છે ત્યારે હવે આજ શ્રેણીમાં દક્ષિણ દિલ્હીમાં પણ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્તચ વિગત પ્રમાણે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને નવરાત્રી અને રમઝાનના પવિત્ર મહિનામાં માંસની દુકાનો ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિતેલા દિવસને સોમવારે આ સંબંધિત માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. કોર્પોરેશને મંગળવારથી એટલે કે આજથી વિસ્તારમાં આ ગાઈડલાઈનનો કડક અમલ કરવા અંગે જણાવ્યું છે જેથી આજથી માસનું વેચાણ કરી શકાશે નહી.
સધર્ન કોર્પોરેશનના મેયર સોમવારે મોડી સાંજે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નવરાત્રિમાં ઘણા લોકો દિલ્હીની અંદર ઉપવાસ રાખતા હોય છે, આ દરમિયાન લગભગ 99 ટકા લોકો લસણ અને ડુંગળી પણ ખાતા નથી. કારણ કે આ દરમિયાન લોકો દેવી દુર્ગાની વિશેષ પૂજા કરે છે.જેને લઈને નોવેજડ વેચવું પણ યોગ્ય ન હોવાથી પ્રતિબંધ
આ સાથએ જ કહેવામાં આવ્યું હતું કે હાલમાં પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, જે દરમિયાન લોકો સાત્વિક દિનચર્યા અપનાવે છે. આવા સમયે માંસની દુકાનો બંધ કરવા માટે તેમની પાસે ઘણા સૂચનો આવ્યા હતા. નાગરિકોએ પત્ર લખીને ધાર્મિક સ્થળો નજીક માંસની દુકાનો બંધ રાખવા વિનંતી કરી હતી છેવટે આ મહત્વના નિર્ણય અંગે માર્ગદર્શિકા જારી કરીને માસની દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં માંસની દુકાનો માટે સંશોધિત લાઇસન્સ પોલિસી તૈયાર કરવામાં આવશે. નવા અને નવીકરણ કરાયેલા લાયસન્સ નિયમોમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે નવરાત્રિ દરમિયાન દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં માંસની દુકાનો ખુલશે નહીં.ઉલ્લેખનીય છે કે નવરાત્રી નિમિત્તે દેશના ઘણા વિસ્તારોમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.